51 નાયબ મામલતદારોની બઢતી સાથે બદલી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજય સરકાર દ્વારા અધિકારીઓની બદલી અને બઢતીનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. બુધવારે નાયબ કલેકટર અને અધિક કલેકટરની બદલી કરાયા બાદ ગુરૂવારે 88 મામલતદારોની બદલી કરવામાં આવી છે.જયારે 51 નાયબ મામલતદારોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
રાજ્યના વહીવટી વિભાગ દ્વારા મોટા પાયે મહેસુલી અધિકારીઓની બઢતી અને બદલીના હુકમો કરવામાં આવ્યા હતા. જેમાં જીએએસ કેડરના અધિ.કલેકટર અને નાયબ કલેકટર કક્ષાના ઓફીસરોની બદલી કર્યા બાદ સૌરાષ્ટ્રના 22 સહિત 88 મામલતદારોની બદલી કરવામાં આવી છે. જ્યારે 51 નાયબ મામલતદારોને બઢતી સાથે ટ્રાન્સફરના હુકમ કરવામાં આવ્યા છે.
વધુ વિગત મુજબ જન્માષ્ટમી અને 15 ઓગષ્ટના પર્વ પૂર્વે રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કર્યા છે. પોલીસ અધિકારીઓની અને મહેસુલી અધિકારીઓની બદલી બાદ આજે મોડી સાંજે વધુ કલાસ-2 ઓફીસરોની બઢતી અને બદલીના હુકમો કર્યા છે. જેમાં ચુડાના મામલતદાર જીતેન્દ્રકુમાર દેસાઈને અમદાવાદ, ભાવનગરના પ્રદિપસિંહ ગોહીલને સાવરકુંડલા, મુળીના કે.એસ.પટેલના પાલીતાણા, જામનગર સીટીના જે.ડી.જાડેજાને તળાજા, ધંધુકાના એન.આઈ.બ્રહ્મભટ્ટને બોટાદ, ભાણવડના બી.એમ.રૂદાણીને કલ્યાણપુર, માળીયા હાટીના પી.એ.ગોહીલને ભાણવડ, તળાજાના વિજય ડાભીને ગાંધીનગર, જામનગરના બી.જે.પંડયાએ જામનગર સીટીમાં કચ્છના એચ.એન.પરમારને કેશોદ, જામનગર ચીટનીશ, જે.વી.ડોડીયાને મેંદરડા, રાજકોટના પી.આર.ઓ. વિરલ માકડીયાને જુનાગઢ સીટી, જુનાગઢના ચીટનીશ ડી.જે.જાડેજાને વંથલી, વંથલીના પી.બી.ભુરીયાને કડાણા, ચોટીલાના કે.બી.સાંગાણીને જામકંડોરણા, અમરેલીના ચીટનીશ એમ.પી.ધનવાણીને ઉપલેટા, રાજકોટ ઈસ્ટના કેતન ચાવડાને રાજકોટ ચુંટણીમાં, ઉપલેટાના જી.એમ.મહાવૈદ્ય રૂડામાં, નખત્રાણાના બી.એમ.પરમારને રાજકોટ, લાઠીના આર.બી.ગઢવીને રાજકોટ ઈસ્ટ, અમરેલી ડીઝાસ્ટરના પ્રતિક જાખર કામરેજ, ધોરાજીના કે.ટી.ઝોલાપરાને ચોટીલા, રાજકોટના જે.વી.કાકડીયાને ચુડાની બદલી કરવામાં આવી છે.
જ્યારે 51 નાયબ મામલતદારોને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટના જી.ડી.નંદાણીયાને સુરેન્દ્રનગર, ડી.એન.લુવાને કુતીયાણા, એચ.આર.સાંચલા પી.આર.ઓ. રાજકોટ, એમ.જી.રાદડીયાને કોડીનાર, એ.જી.મહેતાને તાલાળા, એસ.આર.ગીનોયાને અબડાસા, વી.પી.રાદડીયાને સુરેન્દ્રનગર, આર.જી.લંગારીયાને ધારી, ખેડાના પી.જે.પટેલને લાઠી, સુરેન્દ્રનગરના એન.એસ.માણેકને કચ્છ, જામનગરના સી.ઓ.કગથરા, દેવભૂમી દ્વારકા, કચ્છના એમ.વી.જાડેજાને ધોરાજી, બી.બી.લખતરીયાને મુળી, બી.જે.ઝાલાને અમદાવાદ, સુરેન્દ્રનગરના આર.એન.દહીમા, અમદાવાદ પી.આર.ત્રીવેદીને વડોદરા, સુરેન્દ્રનગરના વી.ડી.રાઠવીને ગીર સોમનાથ, સાબરકાંઠાના ડી.એલ.રાઠોડને ભાવનગર, કચ્છના એચ.એસ.હુંબલને સુરેન્દ્રનગર, આણંદના કે.ડી.સોલંકીને લીંબડી અને કે.કે.વાળાને રાણપુર ખાતે બદલી કરવામાં આવી છે.