- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી સહિતના દિગ્ગજો તિરંગા યાત્રામાં જોડાયા
- બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાજંલી સાથે યાત્રાનો આરંભ બે કિ.મી. લાંબી તિરંગા યાત્રાનું રાષ્ટ્રીય શાળામાં રંગેચંગે સમાપન
અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાના 75 વર્ષ પૂર્ણ થતા હાલ દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. આવતીકાલથી સતત ત્રણ દિવસ સુધી ‘હર ઘર તિરંગા અભિયાન’નો આરંભ થશે. દરમિયાન આજે રાજકોટમાં બહુમાળી ભવન ચોકથી રાષ્ટ્રીય શાળા સુધીના આશરે બે કિલોમીટર વિસ્તારમાં તિરંગા યાત્રા નિકળી હતી. રંગીલા રાજકોટવાસીઓ આજે દેશભક્તિના રંગમાં રંગાયા હતા.
સમગ્ર શહેર તિરંગા મય બની ગયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિતના મહાનુભાવો તિરંગા યાત્રામાં જોડાયા હતા. હજારો લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. નાના ભૂલકાથી લઇ વયોવૃધ્ધ નાગરિકો પોતાના જમણા હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ સ્વયંભૂ તિરંગા યાત્રામાં સામેલ થયા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ હાથ ધરવાનું છે. જે અંતર્ગત ગુજરાતના ચાર શહેરોમાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત, અમદાવાદ અને વડોદરામાં તિરંગા યાત્રા યોજાઇ ગયા બાદ આજે રાજકોટમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. તિરંગા યાત્રાના પૂર્વ બહુમાળી ભવન ચોક ખાતે એક કલાક સુધી દેશભક્તિ જગાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. દેશભક્તિને લગતા ગીતો પર રંગીલા રાજકોટવાસીઓ નાચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી તિરંગા યાત્રાનો વિધિવત આરંભ કરાવતાની સાથે જ રાજકોટમાં દેશભક્તિનો કેસરિયો રંગ ઘુંટાયો હતો. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
યાજ્ઞિક રોડ પરથી તિરંગા યાત્રા નિકળતા પોલીસ તથા ફાયર બ્રિગેડના બાઇક્સ, પોલીસ બેન્ડ, એનસીસી, બ્રહ્માકુમારી, ગુરૂકુળ મંડળ સહિતના વિવિધ મંડળો જોડાયા હતા. રૂટ પર અલગ-અલગ સંસ્થાઓ દ્વારા સ્ટેજ ઉભા કરવામાં આવ્યા હતા અને યાત્રાને હોંશભેર આવકારી હતી. ધારાસભ્યો, સાંસદ સભ્યો, કોર્પોરેશનના પદાધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી, સરદારધામ ગ્રુપ, ખોડલધામ, સામાજીક અને સેવાકીય સંગઠનો, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશન સહિતના વેપારી સંગઠનો અને ઉદ્યોગ ગૃહો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને રાષ્ટ્ર પ્રત્યેનો પોતાનો આદર ભાવ વ્યક્ત કર્યો હતો.
તિરંગા યાત્રામાં હજ્જારોની માનવ મેદની ઉમટી પડી હતી. ભારત માતા કી જય, વંદે માતરમ, મેરી શાન તિરંગા હૈ જેવા દેશભક્તિના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શહેરીજનોના ચહેરા પર રાષ્ટ્ર પ્રત્યે અનેરો અહોભાવ જોવા મળ્યો હતો. વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રને શોભે અને છાજે તે રિતે સ્વયં શિસ્ત સાથે રાજકોટવાસીઓ તિરંગા યાત્રામાં ઉમટી પડ્યા હતા.
અબતક ના આંગણે તિરંગા યાત્રા પર પૂષ્પવર્ષા
દેશભક્તિના લાઈવ ગીતોના સ્ટેજ કાર્યક્રમ અને ગગનભેદી નારાથી તિરંગા યાત્રાને મળી અદ્વિતીય ઉર્જા: શિક્ષણમંત્રી, ગૃહમંત્રી થયા અભિભૂત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીને સુતરની આંટી પહેરાવી આવકારતા ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા
આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ’હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ બહુમાળી ભવન ચોકથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ થયેલી તિરંગા યાત્રા રાષ્ટ્રીય શાળા રોડ ઉપર અબતક મીડિયા હાઉસના આંગણે પહોંચી હતી. આ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ યાત્રામાં જોડાયેલ હતા. અબતક મીડિયા હાઉસના મેનેજીંગ ડિરેક્ટર સતિષકુમાર મહેતાની આગેવાની હેઠળ સમગ્ર અબતક પરિવારે તિરંગા યાત્રાનું અદકેરું સ્વાગત કર્યું હતું.
વહેલી સવારથી જ અબતકના આંગણે સ્ટેજ કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેમાં અબતક પરિવારના વરિષ્ઠ સભ્ય અને લોકગાયક નિલેશભાઈ પંડ્યાએ પોતાના સુમધુર કંઠે દેશભક્તિના ગીતો લલકારી દેશભક્તિની આહલેક જગાડી હતી. તેઓએ ગીતોની રમઝટ બોલાવીને તિરંગા યાત્રામાં અનોખા ઉત્સાહ જગાવ્યો હતો.
- શહેરીજનોમાં દેશભક્તિનો જબરો માહોલ: તિરંગા યાત્રામાં હજ્જારોની મેદની ઉમટી પડી: વંદે માતરમ, ભારત માતા કી જયના ગગન ભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ
- તિરંગા યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત: પાંચ બેન્ડ પણ યાત્રામાં જોડાયા, લોકો સ્વયંભૂ ઉમટ્યા: ભારે મનમોહન વાતાવરણ
અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાના 75 વર્ષ પૂર્ણ થતા હાલ દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. આવતીકાલથી સતત ત્રણ દિવસ સુધી ‘હર ઘર તિરંગા અભિયાન’નો આરંભ થશે. દરમિયાન આજે રાજકોટમાં બહુમાળી ભવન ચોકથી રાષ્ટ્રીય શાળા સુધીના આશરે બે કિલોમીટર વિસ્તારમાં તિરંગા યાત્રા નિકળી હતી. રંગીલા રાજકોટવાસીઓ આજે દેશભક્તિના રંગમાં રંગાયા હતા.
સમગ્ર શહેર તિરંગા મય બની ગયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિતના મહાનુભાવો તિરંગા યાત્રામાં જોડાયા હતા. હજારો લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. નાના ભૂલકાથી લઇ વયોવૃધ્ધ નાગરિકો પોતાના જમણા હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ સ્વયંભૂ તિરંગા યાત્રામાં સામેલ થયા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ હાથ ધરવાનું છે. જે અંતર્ગત ગુજરાતના ચાર શહેરોમાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત, અમદાવાદ અને વડોદરામાં તિરંગા યાત્રા યોજાઇ ગયા બાદ આજે રાજકોટમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. તિરંગા યાત્રાના પૂર્વ બહુમાળી ભવન ચોક ખાતે એક કલાક સુધી દેશભક્તિ જગાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
દેશભક્તિને લગતા ગીતો પર રંગીલા રાજકોટવાસીઓ નાચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી તિરંગા યાત્રાનો વિધિવત આરંભ કરાવતાની સાથે જ રાજકોટમાં દેશભક્તિનો કેસરિયો રંગ ઘુંટાયો હતો. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
યાજ્ઞિક રોડ પરથી તિરંગા યાત્રા નિકળતા પોલીસ તથા ફાયર બ્રિગેડના બાઇક્સ, પોલીસ બેન્ડ, એનસીસી, બ્રહ્માકુમારી, ગુરૂકુળ મંડળ સહિતના વિવિધ મંડળો જોડાયા હતા. રૂટ પર અલગ-અલગ સંસ્થાઓ દ્વારા સ્ટેજ ઉભા કરવામાં આવ્યા હતા અને યાત્રાને હોંશભેર આવકારી હતી. ધારાસભ્યો, સાંસદ સભ્યો, કોર્પોરેશનના પદાધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી, સરદારધામ ગ્રુપ, ખોડલધામ, સામાજીક અને સેવાકીય સંગઠનો, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશન સહિતના વેપારી સંગઠનો અને ઉદ્યોગ ગૃહો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને રાષ્ટ્ર પ્રત્યેનો પોતાનો આદર ભાવ વ્યક્ત કર્યો હતો.
તિરંગા યાત્રામાં હજ્જારોની માનવ મેદની ઉમટી પડી હતી. ભારત માતા કી જય, વંદે માતરમ, મેરી શાન તિરંગા હૈ જેવા દેશભક્તિના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શહેરીજનોના ચહેરા પર રાષ્ટ્ર પ્રત્યે અનેરો અહોભાવ જોવા મળ્યો હતો. વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રને શોભે અને છાજે તે રિતે સ્વયં શિસ્ત સાથે રાજકોટવાસીઓ તિરંગા યાત્રામાં ઉમટી પડ્યા હતા.
નજર પડે ત્યાં તિરંગો
આજે રાજકોટમાં નજર પડે ત્યાં તિરંગો તિરંગો જ દેખાતો હતો હર ઘર તિરંગા અભિયાનના એક દિવસ પૂર્વ જ જાણે રાજકોટવાસીઓ રાષ્ટ્રભકિતના રંગમાં પુરુપેરા રંગાય ગયા હોય તેવું અલૌકિક દ્રશ્ય જોવા મળ્યું હતું. જયાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્રને માત્ર તિરંગો જ નજરે પડતો હતો. રાજકોટવાસીઓને રાષ્ટ્ર પ્રેમ નિહાળી ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ ગયગદીત થઇ ગયા હતા.
રાજકોટવાસીઓના રાષ્ટ્રપ્રેમને સલામ
સ્વયં શિસ્ત સાથે યાત્રામાં જોડાયા સાથે રાષ્ટ્રઘ્વજનું પણ માન જાળવ્યું રાજકોટવાસીઓના રાષ્ટ્રપ્રેમની આજે સલામ કરવી પડે આજે તિરંગા યાત્રામાં શહેરીજનો સ્વયં શિસ્ત સાથે જોડાયા હતા. એટલુ જ નહીં બે કી.મી. ચાલેલી આ યાત્રામાં શહેરજનોએ રાષ્ટ્રઘ્વજનું માન પુરી રીતે જાળવ્યું હતું. તમામ લોકોએ પોતાના જમણા હાથમાં તિરંગો પકડયો હતો તિરંગાની શાનને વધારી દીધી હતી. ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વહિવટી તંત્ર દ્વારા પણ ખુબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. બિલ્ડીંગ પરથી યાત્રા પર નજર કરવામાં આવે તો લોકોના માથા નહી પરંતુ નજર પડે ત્યાં તિરંગો જ દેખાતો હતો.
હર્ષ સંઘવીએ યુવાનોને ડ્રગ્સ મુક્ત ગુજરાતના શપથ લેવડાવ્યા
રાજકોટમાં આજે બહુમાળી ભવન ચોકથી રાષ્ટ્રીય શાળા સુધી બે કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રા યોજાઇ હતી. યાત્રાના આરંભ બાદ રાજ્ય સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત યુવાનો અને લોકોને ડ્રગ્સ મુક્ત ગુજરાતની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આઝાદીના અમૃત મહોત્સવમાં ગુજરાતમાં ડ્રગ્સને કોઇ સ્થાન નથી તેવી ટકોર પણ કરવામાં આવી હતી.