મેળાની તમામ આવક નગરપાલિકા સંચાલીત એનિમલ હોસ્ટેલની ગાયોની નિરણમાં વપરાશે
જન્માષ્ટમી નીમીતે સોમનાથ મંદિર ટ્રસ્ટ અને ક્રિષ્ના ગ્રુપ દ્વારા નગરપાલિકાના સહકારથી તા. 17 થી 19 સુધી ત્રણ દિવસ માટે લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં થતી આવક નગર પાલિકા સંચાલીત એનીમલ હોસ્ટેલની ગાયોના નિરણ માટે વાપરવામાં આવશે.
ગઇકાલે મળેલી મીટીંગમાં શહેરની વિવિધ સામાજીક સેવાકીય કરતી સંસ્થાઓ અને ગામના આગેવાનોના મળેલી મીટીંગમાં આગામી જન્માષ્ટમીના તહેવાર હિન્દુ સમાજના ભાઇ-બહેનો ધામધુમથી ઉજવી શકે તે માટે તા. 17, 18, 19 ત્રણ દિવસ માટે મોજ નદીના કાંઠે બિરાજતા સોમનાથ મહાદેવ મંદિરના સાનિઘ્યમાં યોજવામાં આવશે. અને જન્માષ્ટમી નીમીતે ત્રિલોકનાથ મહાદેવ મંદિરેથી વિશાળ શોભાયાત્રા સવારે 8 વાગે નીકળશે તો શોભાયાત્રામાં જોડાવા અને મેળામાં સ્ટોલ રાખવા માટે ક્રિષ્ના ગ્રુપ શ્રી પાન કોલકી રોડ તેમજ આરોગ્ય શાખા બંબાઝટના કોન્ટેટ કરવા અનુરોધ કરેલ છે.