બાળકોને ધક્કો મારવા જેવી સામાન્ય બાબતે બંને પક્ષ વચ્ચે મારામારી: પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા
ધોરાજીમાં તાજીયાના જુલુસ વખતે ધોરાજીના બહારપૂરા વિસ્તારમાં આવેલા મધુરમ મેડીકલ સ્ટોર પાસે રાત્રે 2:30 કલાકે તાજીયામાં નાના મોટા બાળકોને ધક્કા લાગી જતાએ મુદ્ે ઝગડો થયો હોવાનું જાણવા મળે છે અને બીજા દિવસે રાત્રે મારામારી થતા ટોળાઓ ભેગા થઇ ગયેલા હતા અને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જેતપુરના ડીવાયએસપી જેતપુર પોલીસ, ઉપલેટા પોલીસ અને ધોરાજી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવેલ અને મારામારીમાં ઘાયલો ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે આવતા બન્ને જૂથોના ટોળાઓ હોસ્પિટલ ખાતે દોડી આવેલ અને હોસ્પિટલ ખાતે સારવાર બાદ પોલીસે ઘાયલ એવા હુશેન અલી ઉર્ફ બોદુ ચૌહાણ ખાટકીની ફરીયાદના આધારે માર મારી ગાળો કાઢી ગેરકાયદેસર મંડળી રચી વગેરેની ફરીયાદ ધોરાજી પોલીસમાં લખાવેલ જેમાં આરોપી તરીકે હાજી સમદ ગરાણા, યુસુફ સમદ ગરાણા, અહેમદ સમદ ગરાણા, કાસીમ ઇસ્માઇલ ગરાણા, સાહીદ ગરાણા અને અન્ય 10 થી 15 અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પોલીસે આઇપીસી કલમ- 326, 325, 324, 504, 143, 147, 148, 149 અને જી.પી.એક્ટ-135 મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડેલ અને અન્ય આરોપીઓને પકડવા ચક્રોગતીમાન કરેલ અને જ્યા માથાકૂટ થયેલ તે વિસ્તારના સીસીટીવીના વિઝ્યુઅલ પણ મેળવી કાર્યવાહી હાથધરી છે.
જ્યારે સામા જૂથે ગરાણા મુસ્તકીમ ઉર્ફ હાજી સમદભાઇએ પોતાની ફરીયાદમાં આરોપી તરીકે હુશેન બોદુ ચૌહાણ, ઇબ્રાહીમ બોદુ ચૌહાણ અને મોહસીન ભુરીયાનો છોકરો અને ભુરીયાનો ભાઇ અશરફ અને રીઝવાન હનીફ ખાટકી અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આઇપીસી કલમ- 323, 324, 143, 147, 148, 149 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી બન્ને પક્ષના આરોપીઓમાંથી 10 જેટલા લોકોને પોલીસે પકડી પાડેલ છે અને અન્ય આરોપીઓને પકડવા ચક્રોગતીમાન કરેલ છે. આ બનાવ અંગે ધોરાજીના પીઆઇ એ.બી. ગોહિલ તપાસ ચલાવી રહેલ છે.