ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ રસ્તા માટે ગ્રાન્ટ કરાવી મંજુર: આગેવાનો આભાર માનતી જનતા જર્નાદન
રાજકોટના સર્વાગી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે જરુરી રોડ, રસ્તાના કામને અગ્રતા આપવાની જરુરીયાતોના પગલે 71 વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારો માટે રોડ, રસ્તાના કામો માટે 18 કરોડ પ0 લાખ મંજુર કરાવ્યા હતા.18.50 કરોડની મઁજુર થયેલી ગ્રાન્ટમાંથી બનનારા રસ્તાઓના ગ્રામ્ય વિસ્તારમાં લોધીકાના પાળ ઢોલરા નોન પ્લાન રોડ રૂ. 240 લાખ, લોધીકા ના એસ.એચ.ટુ. દેવડા એપ્રોચ ગ્રામા રોડ રૂ. 120 લાખ, લોધીકાના સાંગણવાવ જુની મેંગણી ગ્રામા રોડ રૂ. 60 લાખ, લોધીકાના એસ.એચ. થી હરીપર- તરવડા રાવકી ગ્રામા રોડ રૂ. પપ0 લાખ, રાજકોટના લીલી સાજડીયાળી થી હડમતીયા ગોલીડા નોન પ્લાન રોડ રૂ. 270 લાખ, રાજકોટના હલેન્ડાથી મોટા દડવા નોન પ્લાન રોડ રૂ. 350 લાખ, કોટડાસાંગાણીના વડીયાથી મોટા માંડવા નોન પ્લાન રૂ. ર00 લાખ, લોધિકાના એસ.એચ.થી કેવલ સોસાયટીને જોડતો નોન પ્લાન રોડ રૂ. 60 લાખ, તાલુકામાં કુલ રૂ. 18 કરોડ પ0 લાખ ના ખર્ચે રોડ રસ્તા મંજુર કરતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા રોડ રસ્તા મંજુર થતા લોધિકા તાલુકાના તથા રાજકોટ તાલુકાના તથા કોટડા સાંગાણી તાલુકાના લોકોએ તથા આગેવાનો તથા સરપંચઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તથા જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા અને લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી અને રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસીત અને કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઇ સાંગાણીનો લોકોએ આભાર માન્યો.