ધો.10-12 પછી કારકિર્દી લક્ષી વિવિધ અભ્યાસક્રમોમાં ‘ઇન્ટિયર ડીઝાઇન’નો કોર્ષ આજકાલ યુવા વર્ગમાં જબ્બર ક્રેઝ સાથે જોવા મળે છે.
અભ્યાસના પાર્ટ રૂપે જે દેખાય છે તે તેની સાઇઝ મુજબ ‘આબેહુબ’ લાઇવ સ્કેચની મદદથી નિર્માણ કરવાનું હોય ત્યારે છાત્રોની એકાગ્રતા ‘અબતક’ના કેમેરામાં કેદ થઇ છે.
રાષ્ટ્રીય શાળાના પ્રાચિન સ્મારક સાથે પ્રાર્થના હોલની બન્ને સાઇડના વૃક્ષો હોલ સાથે આબેહુબ પ્રતિકૃતિ છાત્રોએ નિર્માણ કરી હતી. પ્રથમ નાનકડી કૃત્તિ નિર્માણ કર્યા બાદ મોટી કૃત્તિ નિર્માણ માત્ર પેન્સિલની મદદથી કરે છે.