પેરિસ તરીકે જેની ગણના થા છે. તે મોરબી શહેરે ઔદ્યોગિક ક્રાંતિ સર્જી છે. ત્યારે સાથે સાથે આર્થિક ગુનાઓનો ગ્રાફ શેર બજારના સેન્સેકસની જેમ ઉંચકાય રહ્યો છે. મોરબી શહેરના કુબેર સીનેમા પાસે વૃધ્ધ વેપારીનો પીછો કરી અજાણ્યા શખ્સે રોકડ ભરેલી રૂ.1.75 લાખની થેલીની ઉઠાંતરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
જિલ્લા એસ.પી. દ્વારા તાજેતરમાં વેપારી સાથે આર્થિક ગુના અટકાવવા કરેલી બેઠક બાદ તસ્ક્રોએ પોલીસને પડકાર ફેંકયો છે.
ધંધે જતા વૃધ્ધને શિકાર બનાવતો તસ્કર: સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ
વધુ વિગત મુજબ મોરબીના ત્રાજપર ધાર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ નાગજીભાઈ ગણેશીયા નામના 68 વર્ષિય વૃધ્ધના હાથમાંથી રૂ.1.75 લાખની રોકડ ભરેલી થેલી ઝુંટવીને અજાણ્યા શખ્સ નાશી છૂટયાની સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વૃધ્ધ વેપારી દેવજી ગણેશીયા કુબેર સિનેમાના ગેઈટ પાસે આવેલી ચા-નાસ્તાની દુકાને સવારે જઈ રહ્યા હતા ત્યારે કોઈ જાણ ભેદુએ પિછો કરી રોકડ ભરેલી થેલી ઝુંટવી ફરાર થયાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ જોઈને જાણભેદુ હોવાની શંકાના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.