1 માસ પૂર્વે ગોડાઉનમાં ઘઉં, ચોખા અને તુવેરનો મળી રૂ.18 લાખનો જથ્થો પખડાયો ‘તો
શહેરના સસ્તા અનાજની દુકાને ગરીબો માટે અપાતો રાશનનો જથ્થો બારોબાર વેચી વર્ષ કરોડો રૂપીયા કમાઈ લેતા વેપારી સામે એક મહિના પહેલા પ્રાત અધિકારીએ રઘુવીર બંગલાના ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં અઢાર લાખનો જથ્થો પાડી પાડેલ હતો. ધોરાજી પ્રાંત અધિકારીએ મામલતદારને સાથે રાખી 30-6-22 રોજ શહેરના રઘુવીર બંગલા તરીકે ઓળખાતા ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં સસ્તા અનાજનો વિશાળ જથ્થો ઘઉના 453 કટા 22335 કિલો ચોખાના 1993 કટા 68050 કિલો તેમજ તુવેરદાળ મળી કુલ રૂ. 18,58,860ના જથ્થો પકડી પાડી પુરવઠા નિગમને સોંપી આપી કલેકટરને ધગધગતો રિપોટર્; કરેલ હતો.
કલેકટરે રિપોર્ટને આધારે ગઈકાલે જેના કબજામાંથી સસ્તા અનાજનો માલ પકડાયો છે.તે ફારૂક ઈબ્રાહીમ સુરિયા રહે પંચાટડી વિસ્તાર ઉપલેટા તેમજ સસ્તા અનાજનાં પરવાનેદાર અને તેનો માણસ સહિત ઉપલેટાના મામલતદાર ગોવિંદભાઈ મુંજાભાઈ મહાવદીયાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ હતો. આ અંગેના તપાસ ઈન. પી.આઈ. ધાંધલ ચલાવી રહ્યા છે.
ફારૂક અગાઉ પણ પકડાઈ ચૂકયો છે, ફારૂક ઈબ્રાહીમ સુરિયા સસ્તા અનાજના વેપારીઓ પાસેથી માલ લઈ બજારમાં પૂરા ભાવે ગરીબ માણસોને વેચતો હતો ઘઉનો લોટ બનાવી 25 રૂપીયે કિલોના ભાવે વેચતો હતો અગાઉ પણ તે સસ્તા અનાજનો માલમાં પકડાઈ ચૂકયો છે. અને પી.બી.એમ. ની હવા ખાઈ આવેલો છે.