રાજકોટ સહિત સમગ્ર સોંરાષ્ટ્રમાં આજે મુસ્લિમ બિરદારો દ્વારા વિશેષ નમાઝ અદા કરાશે. હઝરત ઈમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વ્હોરેલી શહાદતની યાદમાં મનાવાતા મહોર્રમના પર્વમાં કલાત્મક તાજીયા આજે સૌરાષ્ટ્રભરમાં સાંજના ઈમામખાનાઓ માંથી નીકળી.
યા હુસેનના નારા સાથે પડમાં આવ્યા હતા. મુસ્લીમ બિરદારોએ સાથે રોજા ખોલ્યા હતા અને ત્યારબાદ રાત્રિના ક્લાત્મક તાજીયાનું જુલૂસ નીકળ્યું હતું. આજે પણ વિશાળ જુલૂશ નીકળશે અને મુસ્લિમ બિરદારો વિશેષ નમાઝ અદા કરશે.
ભાડલા રસુલ્લાહ સબલ્લાહો લા અલહે વસલમના નવાસા ઈમામ હુસૈનની શહાદતની યાદમાં ભાડલા સુન્ની, મુસ્લીમ તરફથી તાજીયાનું આયોજન કરાયું છે.
વાંકાનેરમાં તાઝીયા પડમાં આવ્યા હતા. મોડી રાત સુધી તાઝીયાઓનું જુલૂસ નીક્ળીને ફરી તાઝીયાઓને માતમમાં રખાયા છે. સોમવારે બપોરે તાઝીયાઓ સહિત જુલૂસનું પ્રસ્થાન થઈ. આ જુલૂસ રૂટ મુજબ શહેરભરમાં ફરીને રાત્રે તાઝીયાઓ ઠંડા કરવામાં આવેલ હતા.
માણાવદર નગરપાલિકાના સદસ્ય અને માણાવદર મુસ્લીમ જમાતના ટ્રસ્ટી નિશારભાઈ ઠેબાએ તાજીયાના માતમના ચોમાં તથા તાજીયના જુલૂસના રૂટ ઉપર સાફ સફાઈ કરાવી ડી.ડી.ટી.નો છંટકાવ કરાવ્યો હતો. તેમજ માણાવદર મુસ્લીમ જમાતના તાયાના દિદાર કર્યા હતા.
ધોરાજી ખાતે સૈયદ રુસ્તમ માતમની આગેવાની હેઠળ 100 જેટલા તાજીયા પળમાં આવ્યા હતા. આ તકે સૈયદ રુસ્તમ માતમના વારસદાર સૈયદ બશીર મિષા રુસ્તમ વાલા સૈયદ જીવિદ બાપુ રુસ્તમ વાલા અને સૈયદ અનું બાપુ રુસ્તમ વાલા દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.
ભાવનગર: શહેર જિલ્લા માંથી નીકળતા આકર્ષક અને ક્લાત્મક તાજીયા સોમવારે મોડી સાંજે પડમાં આવ્યા હતા. જ્યારે મોડી રાત્રે તમામ તાજીયા તેમના રાખેતા રૂટ મુજબ આખી રાત જુલૂસ આકારે ફર્યા હતા.
જ્યારે મંગળવારે ફરી આ તાજિયા બપોરબાદ તેમના રાબેતા રૂટ મુજબ જુલૂસ આકારે નીક્ળશે અને રાત્રે 10 વાગ્યા બાદ મોડી રાત્રે ધોઘા બંદરે તમામ તાજીયા ટાઢા કરવામાં આવશે.