માતમના દરબારગઢ, ધંધુશાપીરની દરગાહ, પીરનો ઓટો, ન્યાયમનની દરગાહ, મોઝમશાપીર, કેજીએન ગ્રુપ સહિતના તાઝીયા આકર્ષણ બન્યા
અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા
મુસ્લિમના પવિત્ર મહોરમ પર્વ પર આજે અંતિમ દિવસે શહેરમાં 70 જેટલા તાઝીયાપડમાં આવ્યા હતા. તે આવતીકાલે બપોર બાદ ઝૂલુસ બાદ ઠંડા થશે. શહેરના માતમમાં તાઝીયા દરબાગઢ, ધંધુશાપીરની દરગાહ, પંચહાડટી ચોકમાં પીરનો ઓટો, ન્યાયમનની દરગાહ, મોઝમશાપીર, નાથાણી ફરિયામાં કેજીએન ગ્રુપ, સમરી ગ્રુપ તેમજ ચોક ફરિયાના એલ.કે.ગ્રુપ સહિત તાઝીયા આજે પડમાં આવ્યા હતા. તાઝીયા પડમાં આવતા હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો દિદાર માટે ઉમટી પડ્યા હતા. તેમાં કાદરી બાપુ, યાસીન બાપુ નાગાણી, કે.બી.આર્ટ વાળા દ્વારા કેજીએન ગ્રુપ, સમરી ગ્રુપ અને ચોક ફેરિયાના એલ.કે. ગુ્રપમાં તાઝીયામાં કલાત્મકરીતે શણગારવામાં આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આજ રાતે મુસ્લિમ વિસ્તારમાં જાગરણ જેવા માહોલ જોવા મળશે. કાલે બપોર બાદ તમામ તાઝીયાનું ઝૂલુસ નીકળશે તે ઠંડા થશે.