આવતીકાલે પારણા મહોત્સવ ઉજવાશે
અબતક, રાજકોટ: શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે જૈન મુનિ પૂ. ધીરગુરુદેવની શુભ નિશ્રામાં ચાતુર્માસ પ્રારંભથી જૈનધર્મની ઉગ્ર તપસ્યાની શૃંખલા ચાલે છે. જેમાં શ્રીમતિ સુનિતાબેન જગદીશભાઇ ભોગાયતા બ્રાહ્મણ પરિવારના છે. માત્ર ઉકાળેલા પાણીના આધારે 16 ઉપવાસ પૂર્ણ કરેલ છે. જયારે અનુબેન મનસુખભાઇ કરમુરે 8 ઉપવાસ પૂર્ણ કરેલ છે. પ્રજાપતિ દિનેશભાઇ હમીરભાઇને છઠ્ઠો ઉપવાસ છે.જયારે તા. 9 ને મંગળવારે સવારે 9.30 થી 11.30 કલાકે શ્રી વિક્રમભાઇ દેસાઇ (ઇન્દોર) ની અઘ્યક્ષતામાં વડીલ વંદના મા-બાપને ભૂલશે નહી પ્રવચન યોજાયેલ છે. વ્યસન મુકિતમાં સ્વયંભુ ભાવિકો જોડાઇ રહ્યા છે. વિશાલભાઇ અને મીતલબેન શાહે તપસ્વીનું બહુમાન કરેલ