Sports યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી ની કચેરી ગીર સોમનાથ દ્વારા પ્રેરીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગીર સોમનાથ દ્વારા સંચાલિત કલા મહાકુંભ 2022-23 તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાનાર છે.
જેમાં 6 થી 60 વર્ષ ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં ચાર વિભાગ રહેશે. 6 થી 14 વર્ષ 15 થી 20 વર્ષ 21 થી 59 વર્ષ 60 થી ઉપર. આ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. જેમાં ઓફ લાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તા.18/08/2022 છે.
આ વર્ષે કલા મહાકુંભમાં કુલ-37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં (1) તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ 14 કૃતિ જેમાં (1) વકતૃત્વ (2) નિબંધ લેખન (3) ચિત્રકલા (4) ભરત નાટ્યમ (5) એકપાત્રીય અભિનય (6) લોકનૃત્ય (7) રાસ (8) ગરબા (9) સુગમ સંગીત (10) લગ્નગીત (11) સમૂહ ગીત (12) લોકગીત (13) તબલા (14) હાર્મોનિયમ (હળવુ) (2) સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી કુલ 09 સ્પર્ધા (1) કાવ્ય લેખન (2) ગઝલ શાયરી (3) લોકવાર્તા (4) દુહા- છંદ ચોપાઇ (5) સર્જનાત્મક કારીગરી (6) સ્કુલ બેન્ડ (7) ઓરગન (8) કથ્થક (9) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (3) સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી કુલ – 07 સ્પર્ધાઓમાં (1) સિતાર (2) ગિટાર (3) વાંસળી (4) કુચિપુડી (5) ઓડીસી (6) મોહિની અટ્ટમ (7) વાયોલીન (4) સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી કુલ – 07 સ્પર્ધાઓમાં (1) પખવાજ (2) મૃદંગમ (3) રાવણ હથ્થો (4) જોડીયા પાવા (5) સરોદ (6) સારંગી (7) ભવાઈ વગેરે કૃતિઓ યોજાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ નિયત નમુના ફોર્મ ભરી, આધારકાર્ડ તથા બેંક પાસબુકની નકલ સાથે જોડી જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં. 313-314, બીજો માળ, ઇણાજ, તા.વેરાવળ ખાતે કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન પહોચાડવાનું રહેશે ઉપરાંત કલા મહાકુંભની વિગતવાર ફોર્મ, માહિતી અને નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ ુજ્ઞીવિં જ્ઞરરશભય લિશિ તજ્ઞળક્ષફવિં. બહજ્ઞલતાજ્ઞિ.ં ભજ્ઞળ પરથી પણ મળી શકશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
6 થી 60 વર્ષ ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે