શ્રાવણમાસમાં ભાવિકો માટે અદ્ભૂત વ્યવસ્થાઓ કરાઇ
વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે જુલાઇ-2022માં ત્રણ લાખથી વધુ દર્શનાર્થીઓએ દર્શન કર્યાં. આ વરસ જુલાઇમાં 3,14,278 દર્શનાર્થીઓએ દર્શન કર્યા તો જુલાઇ-2021માં 3,97,468 દર્શનાર્થીઓએ દર્શન કર્યાં.
સોમનાથ મંદિર પવિત્ર શ્રાવણ માસ આ વરસે અદ્ભૂત-નવતર યાત્રિકોને સુવિધામુક્ત વ્યવસ્થાઓ ગોઠવાઇ છે. જેમાં હાલ જૂના પથિકાશ્રમ મેદાનમાં સોમનાથ આવેલા દર્શનાર્થીઓ કે જેને ગેસ્ટ હાઉસમાં રૂમ ન મળી શક્યા હોય અગર અચાનક વરસાદ કે ધોમધખતા તાપમાં આશ્રય કે વિનામૂલ્યે રાત્રિ રોકાણ માટે ખાસ ડોમ ઉભો કરાઇ રહ્યો છે. જે પૂર્ણ થવામાં છે.
આ ઉપરાંત મંદિરમાં જતા પહેલાં જૂતા-ચંપલ વિનામૂલ્યે સાચવવા માટે ડીઝીટલ કેર સેન્ટર ખડુ કરાયું છે. જેમાં તમો લાઇનમાં જતી વખતે તમને બધાય સાથે નાના-અંગતોના જૂતા-ચંપલ એક બાસ્કેટમાં નાખી દેવા અને તેનો ટોકન નંબર અપાય.
જે દર્શન કર્યા બાદ બીજે રસ્તે નીકળવાનું હોય છે તે દિશા પણ ખુલ્લી રાખી ત્યાંથી પરત જૂતા ચંપલ મેળવી શકો બંને સાઇડ ઉપર ઇન-આઉટ લાઇન ઉપર તમામ મહિલા કર્મચારીઓ ગોઠવાયેલ છે. જેમાં 364 ક્ધટેન્ટ બોક્સ કાર્યરત છે.
સોમનાથ મંદિરના કમ્પાઉન્ડમાં તેમજ બહાર જૂના પથિકાશ્રમ ખૂણે પીવાના પાણી મટકા ગોઠવાયાં છે. મંદિર પટાંગણમાં દિગ્વીજય દ્વાર પાસે જો લાઇન વધુ હોય તો થાક ઉતારવા 70થી પણ વધુ આર્કષક બેસવાના બેન્ચો ગોઠવાયા છે એટલું જ નહિં ભાવિકો ત્યાં બેસી શિવમાળા કરી શકે તેવી કુટિર પણ ગોઠવાઇ છે. આ વ્યવસ્થાનો શ્રેય ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઇ અને પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને જાય છે.