રામ રાખે તેને કોણ ચાખે
ખેડુતે જમીન પરથી માટી હટાવતા બાળકી નજરે પડતા બહાર કાઢી
21 મી સદીમાં ઘોર કળયુગ જોવા મળ્યો છે સાબરકાંઠા જીલ્લાના ગાંભોઈ ગામે જી.ઈ.બી કચેરીના બાજુના ખેતરમાં આશરે 6 કલાક પહેલા જન્મેલી નવજાત બાળકીને ખેતરની ખુલ્લી જમીનમાં દાટી દેવામાં આવી હતી ત્યારે ખેતર માલિકને જમીનમાં કઈક જમીન હકતી હોવાનું દેખાતા ખેતર માલિકે તાત્કાલીક જમીન ઉપરથી માટી હટાવતા જમીન નીચે જીવતી દાટેલી નવજાત બાળકી નજરે પડતાં બાળકીને બહાર કાઢવામાં આવી હતી અને ત્યાર પછી નવજાત બાળકીને 108 મારફતે સારવાર અર્થે ગાંભોઈ પી.એસ.સી ખાતે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે હિમતનગર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબોએ નવજાત બાળકીને એન.આઈ.સી.યુ માં એડમીટ કરી બાળકીની સારવાર શરૂ કરી હતી.
ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દીકરીઓ માટે વિવિધ યોજનાઓ થકી લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગાંભોઈ ખાતે અજીબો ગરીબ કિસ્સો સામે આવતાં નવજાત બાળકીને જન્મ આપનારી માતા સામે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો હતો ત્યારે રાજ્ય સરકાર દીકરીઓ માટે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે.
બેટી બચાવો બેટી પઢાઓ,સુક્ધયા યોજના જેવી વિવિધ યોજનાઓને લઈ સરકાર તેમજ એન.જી.ઓ ટ્રસ્ટ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે નવજાત બાળકીને જીવતી મારી નાંખવાનો પ્રયાસ કરનારા પાપીને માતા પિતાને પોલીસે મોડીરાત્રે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.