29 વર્ષના યુવાનમાં વાયરસનાં લક્ષણો જણાતા જી.જી.હોસ્પિટલમાં આઇસોલેટ કરાયો
દેશમાં એક પછી એક નવી બીમારીઓ સામે આવી રહી છે ત્યારે કોરોના બાદ વધુ એક મહામારી મંકીપોકસએ જન્મ લીધો છે .જેથી ગુજરાત અને ભારતમાંથી હજી કોરોના સંપૂર્ણપણે દૂર થયો નથી ત્યાં મંકીપોક્સ વાઈરસનો ખતરો ઉભો થયો છે.તેમાં જામનગરના નવા નાગના ગામના એક યુવાનમાં મંકીપોક્સ વાઈરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
તેના શંકાસ્પદ સેમ્પલ લઈ તપાસ અર્થે અમદાવાદ મોકલી આપવામાં આવ્યા હતો જે નેગેટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જામનગર નજીક આવેલા નવા નાગના ગામમાં રહેતા 29 વર્ષીય યુવાનમાં મંકીપોક્સ વાઈરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. યુવાનને હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં અલગ રૂમમાં આઈસોલેટ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. યુવાનમાં દેખાતા લક્ષણો મંકીપોક્સ વાઈરસના જ છે કે અન્ય કોઈ રોગના છે તેની ખરાઈ કરવા માટે સેમ્પલ લઈ અમદાવાદ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.હાલ તો દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ચકાસવામાં આવી રહી છે.
મંકી પોક્સના વિશ્વના 78 દેશોમાં 18 હજારથી વધુ કેસો ડિટેક્ટ થયા છે, નહીં શોધાયેલા કેસો કેટલા તે સવાલ છે. અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને હેલ્થ ઈમરજન્સી જાહેર કરેલ છે. ભારતમાં 8 કેસો નોંધાઈ ચૂક્યા છે અને 1નું મોત નોંધાયું છે. હવે ગુજરાતમાં તે પ્રવેશે તેવું જોખમ છે. જેના પગલે રાજકોટ સહિત સિવિલ હોસ્પિટલોમાં હાલ ફ્લુ જેવી ત્રણ મહામારી, કોરોના, મંકીપોક્સ અને સ્વાઈન ફ્લુ માટે અલગ અલગ વોર્ડ રાખવામાં આવ્યા છે. યુરોપમાં હાહાકાર મચાવનાર મંકીપોક્સ બે વાઈરસના બે કેસ ભારતના કેરળમાં પણ નોંધાઈ ચૂક્યા છે. કોરોના બાદ મંકીપોક્સનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર સતર્ક બની છે.
મંકીપોક્સ કેવી રીતે થાય છે?
મંકીમાંથી વાઈરસ માણસમાં આવે છે અને માણસ એક બીજાના સંપર્કમાં આવવાથી વાઈરસ ફેલાય છે. વાઈરસ લાગ્યો હોય તેના મોમાંથી, નાક દ્વારા આનું સંક્રમણ ફેલાય છે.
મંકીપોક્સના લક્ષણો શું હોય છે?
આ રોગમાં શરૂઆતમાં સ્કીન પર રેસ થાય છે.તાવ આવે,પાણી ભરેલા ફોડલા પડી જાય.
અને પછી ફોડલા ફૂટી જાય,આ બધા લક્ષણો 4 થી 6 સપ્તાહમાં આવીને જતા રહે છે.