ક્વાંટમાં સૌથી વધુ 6॥ ઇંચ, જલાલપોરમાં 5, વડાળીમાં 4॥, ગઢડામાં 3॥, કપડવંજ, જૂનાગઢ, તાલાલામાં ત્રણ ઇંચ, સાવરકુંડલા, નવસારી, મહુવા, વડગામ, બરવાળામાં અઢી ઇંચ વરસાદ
ગુજરાતમાં ફરી મેઘરાજાનો મૂકામ થયો છે. નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ફરી વરસાદ વરસવાનું શરૂ થયું છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 177 તાલુકાઓમાં હળવા ઝાપટાથી સાડા છ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. દરમિયાન સવારથી અનેક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સિઝનનો 73 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. આગામી ચાર દિવસ હજી હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 177 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના ક્વાંટમાં સાડા છ ઇંચ વરસાદ વરસી ગયો છે. જ્યારે જલાલપોરમાં પાંચ ઇંચ, વડાળીમાં સાડા ચાર ઇંચ, ગઢડામાં સાડા ત્રણ ઇંચ, કપડવંજમાં ત્રણ ઇંચ, જૂનાગઢમાં 3 ઇંચ, પલાસણામાં ત્રણ ઇંચ, તાલાલામાં પોણા ત્રણ ઇંચ, સાવરકુંડલામાં પોણા ત્રણ ઇંચ, નવસારી, મહુવા, વડગામ, લુણાવાડા, બરવાળા, ધનસુરામાં અઢી ઇંચ, સુરત, તીલકવાડા, માંડવી, મોરવા હડફ, વિજાપુર, ગાંધીનગર, ઇડર, સિધ્ધપુર, પાલનપુર, વાસંદામાં બે ઇંચ, વ્યારા, સાગબારા, શહેરા, કામરેજ, જેતપુર, સિંહોર, સાંતળસાણા, ગણદેવીમાં પોણા બે ઇંચ, વલ્લભીપુર, કાંકરેજ, બાબરા, લખતર, મેંદરડા, વાલોદ, ડોલવાણમાં સવા ઇંચ, ગારિયાધાર, વિજયનગર, બાલા સિંનોર, દાહોદ, દેવગઢ બારિયા, ઉમરાવા, ખાંભા, અમોદ, નાડોદ, રાણપુર, ઉમરપાડા, સોનગઢ, વિસનગર, કેશોદમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત આજ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો 72.85 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં કચ્છ રિજીયનમાં 118.19 ટકા, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 60.30 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 64.41 ટકા, સૌરાષ્ટ્રમાં 64.26 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 85.26 ટકા વરસાદ પડ્યો છે. આજે સવારથી અનેક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે.
- ન્યારી-1 સહિત આઠ ડેમમાં 1.71 ફૂટ સુધી પાણીની આવક
- છ જળાશયો સતત ઓવરફ્લો: સાતના દરવાજા ખોલાયા
સૌરાષ્ટ્રમાં ફરી મેઘાના મંડાણ થતા જળાશયોમાં નવા નીરની આવક શરૂ થવા પામી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ન્યારી-1 ડેમ સહિત 8 જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. મોજ ડેમમાં 0.30 ફૂટ, વાછપરીમાં 0.79 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, બ્રાહ્મણી-2 ડેમમાં 0.49 ફૂટ, ડાઇમીણસર 0.46 ફૂટ, આજી-4માં 0.16 ફૂટ, ફુલજર (કોબા)માં 0.16 ફૂટ અને વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા) ડેમમાં નવું 1.71 ફૂટ પાણી આવ્યું છે.
ફોફળ, છાપરવાડી-1, પન્ના, ઘી અને સોનમતી ડેમ સતત ઓવરફ્લો થઇ રહ્યો છે. જ્યારે આજી-2, આજી-3, ડોંડો, છાપરવાડી-1, મચ્છુ-3 અને ઉમીયા સાગર ડેમના દરવાજા ખૂલ્લા કરાયા છે.
કાલે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં યલો એલર્ટ
સૌરાષ્ટ્રમાં સોમવારથી વરસાદનું જોર વધશે: ત્રણ જીલ્લામાં ઓરેન્જ એલર્ટ અમુક સ્થળે ભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સવારના સમયે ઝરમર વરસાદ પડી રહ્યો છે. આવતીકાલે જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન સોમવારની બે દિવસ ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે ફરી નવી સિસ્ટમ બંધાતા રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.આજે પણ હળવાથી મઘ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. કાલે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ફલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે વરસાદનું જોર વધશે ઉકત પાંચ જીલ્લા ઉપરાંત સુરત, તાપી અને ડાંગ જીલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જીલ્લામાં ઓરેન્જ એલર્ટ, પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરુચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જીલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતા સપ્તાહથી રાજયમાં ફરી મેઘાનું જોર વધશે.
સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ
– ગઢડા – 3॥ ઇંચ
– જૂનાગઢ – 3 ઇંચ
– સાવર કુંડલા – 2॥। ઇંચ
– તાલાલા – 1॥ ઇંચ
– બરવાળા – 2॥। ઇંચ
– સિંહોર – 2॥ ઇંચ
– વલ્લભીપુર – 1॥ ઇંચ
– બાબરા – 1॥ ઇંચ
– જેતપુર – 1॥ ઇંચ
– મેંદરડા – 1। ઇંચ
– લખતર – 1। ઇંચ
– કેશોદ – 1 ઇંચ
– સુત્રાપાડા 1 ઇંચ
– ખાંભા – 1 ઇંચ
– ગારિયાધાર – 1 ઇંચ
– પાલીતાણા – 1 ઇંચ
– ઉમરાળા – 1 ઇંચ
– રાણપુર – 1 ઇંચ