૩૧ માર્ચે કેટલો ટેક્સ ભરવાનો થશે? તે સપ્ટેમ્બરમાં જણાવવાનું!
દેશના વેપારીઓએ હવે પોતાના ધંધાના ટર્નઓવરની માહિતી માટે જ્યોતિષને રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કેમકે આયકર વિભાગ દ્વારા મોટા વેપારીઓ કે જેમનું ટર્ન ઓવર બે કરોડ રૂપિયાથી વધુ હોય તેમના માટે ફોર્મ ૨૮ અઅ ફરવાનું ફરજીયાત બનાવ્યું છે. જેમાં વેપારીઓ ૩૦મી સપ્ટેમ્બર પહેલા જ આ ફોર્મમાં તેમની ૩૧મી માર્ચના રોજનું અંદાજીત ટર્ન ઓવર કેટલું હશે/ આવક અને ખર્ચ કેટલા હશે/ કુલ ભરવાપાત્ર ટેક્સની રકમ કેટલી હશે/ તેની માહિતી સબમીટ કરવાની રહેશે. આ બાબતને લઇને વેપારીઓ પરેશાન છે.માટે જ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ મુદ્દે સબીડીટી સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
આયકર વિભાગ દ્વારા જે ફોર્મ ૨૮ અઅ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં વેપારીઓએ છ મહિના એડવાન્સમાં પોતાના વેપાર-ધંધાનું ટર્ન ઓવર છ મહિના પછી કેટલું હશે/ તેની વગતો જેમાં પગાર , કંપનીનો નફો- નુકસાન તથા ધસારાની વિગતો ઉપરાંત કેપીટલ ગેઇન અને વ્યાજ તથા હાઉસિંગ સહિતનું વ્યાજ દર્શાવવાનું રહેશે. વેપારીઓએ મળવા પાત્ર ડીડકશનની વિગતો રજુ કરી ૩૧મી માર્ચના રોજ અંદાજીત ભરવાપાત્ર ટેક્સની રકમ કેટલી થશે, તેની માહિતી ૩૦મી સપ્ટેમ્બરે સબમીટ કરી દેવાની રહેશે. જો કરદાતાઓ ફોર્મ ૨૮ અઅમાં ગયા વર્ષે થયેલી આવક કરતાં આગામી વર્ષની આવકમાં જો ૧૦ ટકાનો નો ઘટાડો થનાર છે તેવી માહિતી સમબીટ કરે તો તેમને તેના માટેના કારણો પણ જણાવવા જ પડશે. સાથે સાથે જો વેપરી આ સંભવિત ફોર્મમાં પોતાની આવક રૂપિયા પાંચ લાખથી ઓછી થવાની માહીતી ભરે તો પણ તેને કારણો રજૂ કરવા પડશે. આ મુદ્દે ટેક્સ ક્ધસલ્ટન્ટ પ્રમોદ પોપટે પણ જણાવ્યું હતું કે આવી માહીતી સબમિટ કરવી વેપારીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.