હાલ ભારત વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે અને પાંચ ટી 20 મેચ ની સિરીઝ પૈકી ભારતે ત્રીજો ટી ટ્વેન્ટી મેચ સાત વિકેટે જીતી શ્રેણીમાં 2-1ની લીડ મેળવી છે. આ મેચ જીતવા પાછળ ભારતના બોલરોની સાથે ભારતના બેટસમેનઓએ પણ રંગ રાખ્યો હતો. ભુવનેશ્વર કુમાર ની બે વિકેટની સાથો સાથ સૂર્યકુમાર યાદવના 76 રન અને રીસબ પંતના 33 રન ભારત માટે ખૂબ જ ઉપયોગી નિવડિયા. સીરીઝના બાકી રહેતા બે મેચ હવે યુએસએ ના ફ્લોરીડા ખાતે રમાશે.
ટોસ જીતી ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા હતા. જવાબમાં લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી ભારતની ટીમને ઝટકો લાગ્યો હતો કે જ્યારે રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા રિટાયર્ડ હર્ટ થયો હતો. વેસ્ટઇન્ડિસ તરફથી કે માયરે સર્વાધિક 73 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારે બાકી રહેતા બે મેચ માંથી જો ભારત હજુ એક મેચ જીતી જાય તો તે શ્રેણી પણ જીતી જશે.
આગામી ટી ટ્વેન્ટી વિશ્વ કપ અને એશિયા કપ પણ ઓગસ્ટના અંતમાં શરૂ થઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમ માટે જે યુવા ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી રહ્યા છે તેને જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારતનું ભાવિ િ2ં0 માં ખરા અર્થમાં ઉજળું છે. ભારતના બેટમેનોની સાથો સાથ ટીમના બોલરો પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી રહ્યા છે અને સૂર્યકૂમાર યાદવ દ્વારા જે બેટિંગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેનાથી ટીમ પરનો જે વિશ્વાસ છે તેમાં પણ વધારો થયો છે. બાકી રહેતા બે મેચમાં ભારત ચોથો ટી ટ્વેન્ટી મેચ જીતી શ્રેણી ને હાંસલ કરવા માટેનો પ્રયત્ન કરશે તો સામે વેસ્ટ ઈન્ડિઝ ની ટીમ ચોથો ટી ટ્વેન્ટી મેચ જીતી શ્રેણીને સરભર કરવા માટે રમશે.