446 ટન સોનુ 2580 ટન ચાંદી ‘હાજર’માં મળી રહેશે !!!
દેશની અર્થવ્યવસ્થાને ઝડપથી વિકસિત કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે એટલું જ નહીં સરકારે ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીની ગિફ્ટ આપી છે ત્યારે હવે ઝવેરીઓ માટે બુલિયન એક્સચેન્જની ભેટ સોનાની ટંકશાળ સર્જશે. એટલું જ નહીં સૌથી મોટી વાત એ છે કે સોનામાં હાજર ભાવ અને વાયદા ભાવમાં ઘણો ખરો ફેર હોય છે એટલું જ નહીં અમદાવાદ હોય દિલ્હી હોય કે રાજકોટ હોય આ તમામ જગ્યાઓમાં ભાવ ફેર પણ જોવા મળતો હોય છે.
પરંતુ સામાન્ય વ્યક્તિ માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે હાજર ભાવ એટલે શું હાજરભાવ એટલે જ્યારે કોઈ રોકડા લઈને સોનાદી ખરીદી કરે અને તે સમયે જે ભાવ હોય તેને હાજર ભાવ કહેવામાં આવે છે તો સામે વાયદા ભાવ એટલે કે અહીં સોનાની ખરીદી ફિઝિકલ થતી નથી અથવા તો કોઈ રોકડ રૂપિયા આપવામાં આવતા નથી માત્ર ઉધાર ઉપર જ માલ લેવામાં આવતો હોય છે.
તો સામે એ પણ પ્રશ્ન ઉભો થાય છે કે અમદાવાદ હોય દિલ્હી હોય કે રાજકોટ હોય સોનાના ભાવમાં ફેર શુ કામ ત્યારે સ્થાનિક બજારના આધારે જે ભાવ હોય તે નક્કી કરવામાં આવતા હોય છે પરંતુ હવે મુખ્યત્વે લોકો એમસીએક્સ મારફતે જ ભાવ નિર્ધારિત કરી લેવામાં આવે છે. બુલિયન એક્સચેન્જ જ્યારે નહોતું ત્યારે દર 100 ટન સોનાની આયાત ઉપર પાંચ મિલિયન ડોલર વિદેશી હુંડિયામણ તરીકે બચત થતી હતી પરંતુ હવે મૂલ્યને એક્સચેન્જ આવતી સાથે જ સોનાના વેપારીઓને ઘણો ખરો ફાયદો પણ પહોંચશે અને ભાવમાં પણ ઘણો ઘટાડો જોવા મળશે.
તરફ ગિફ્ટ સિટી ખાતે હવે 446 ટન સોનુ અને 2580 ટન ચાંદી હાજરમાં મળી રહેશે જે ખરા અર્થમાં સોનાના વ્યાપારીઓ એટલે કે ઝવેરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ માધ્યમ ઊભું થતા ની સાથે જ હવે ઝવેરીઓ ડાયરેક્ટલી ફિઝિકલ સોનુ ખરીદવા માટે હરાજી કરી શકશે અને તારો ભાવ મળતાની સાથે જ તેઓએ સીધી ખરીદી કરશે. ચિત્ર સામે આવી રહ્યું છે તેનાથી ગિફ્ટ સિટી માત્ર ભારતની અર્થવ્યવસ્થા જ નહીં પરંતુ ગુજરાત રાજ્યની અર્થવ્યવસ્થાને પણ ઝડપભેર વિકસિત બનાવવા માટે અત્યંત કારગત નીવડશે.