કુવૈતના અમીરે 22 ભારતીય કેદીઓને છોડી મૂક્યા હતા અને જેલમાં રહેલા 97 કેદીઓની સજામાં ઘટાડો કર્યો હતો, એમ કુવૈતસ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું હતું. 119 ભારતીય કેદીઓની યાદીમાં 15 કેદીઓ પણ છે જેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. પરંતુ ભારતની વિનંતીને પગલે તેમની સજાને આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી હતી. અમીરે જે ભારતીય કેદીઓને છોડી મૂકવા આદેશ કર્યો હતો તેમાં એ કેદીઓનો પણ સમાવેશ થાય છે જેમને તાત્કાલિક છોડી મૂકવાના છે. ઉપરાંત ૫૩ ભારતીય કેદીઓની સજામાં ઘટાડો કરીને 20 વર્ષની સજા કરી દેવામાં આવી હતી, એમ એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું. અમીરે જન્મટીપ ભોગવી રહેલા 18 ભારતીય કેદીઓના સજામાં પચીસ ટકાનો ઘટાડો કરવાનો પણ ઓર્ડર કર્યો હતો. ઉપરાંત ૨૫ કેદીઓની સજામાં 50 ટકાનો અને એક કેદીની સજામાં પા ભાગનો ઘટાડો કરવા પણ આદેશ કર્યો હતો, એમ ભારતીય દૂતાવાસે નિવેદનમાં કહ્યું હતું. તેમની સામેના આરોપોમાં મોટાભાગના કેફી દ્રવ્યોના સેવન, વેપાર, ચોરી, લૂંટ અને છેતરપીંડીનો સમાવેશ થાય છે. જે 15 કેદીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી તેમને હવે જન્મટીપની સજા ભોગવવી પડશે. તેમની સામે ડ્રગ વેચવાનો કેસ હતો. જેમને તાત્કાલિક છોડી મૂકાયા છે તે તમામ કેદીઓને ભારત લાવવાની વ્યવસ્થા ભારતીય દૂતાવાસ દ્વારા કરાશે. બાકીનાઓની પણ વ્યવસ્થા દૂતાવાસ કરશે.
Trending
- બ્લુ વન પીસમાં આરોહી પટેલ લાગી જલપરી
- ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે શુભારંભ
- માંડા ડુંગર પાસે નામચીન શખ્સે પત્રકાર ઉપર કર્યો હુમલો
- 33 સ્થળે પે-એન્ડ-પાર્કિંગ માટે ટેન્ડર પ્રસિદ્ધ: વાહન ચાલકોએ ભાવ વધારો ચૂકવવો પડશે
- ‘Whatsapp પર પ્રતિબંધ મૂકો, નિયમોનું નથી કરી રહ્યું પાલન’, SC એ ફગાવી અરજી
- કાર્યકરો – લોકોના આશિર્વાદથી સેવાકાર્યા માટે ઉર્જા મળે છે: ઉદય કાનગડ
- માંગરોળ: બંદર ખાતે ઈ-કેવાયસી કાર્યક્રમ યોજાયો
- કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 3 લાખ થી વધુ સેહલાણીઓએ ભાગ લીધો