આ મંદિરની સૌથી મુખ્ય વિશેષતા મંદિરમાં કયાંય તાળુ લગાવવામાં આવતુ નથી
મંદિર સ્વંભૂ શ્રી રામનાય મહાદેવ “આજી નદી મધ્યે બિરાતાં સ્વયંભુ શ્રી રામનાયમદેવ” ભવાની શંકરો વધે. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણમ્ યાભ્યાં ન પશ્ચન્તી સિદ્ધ: સ્વાન્ત: સ્થમીશ્ર્વરમ્ વંદે દેવ ઉમાપતિ સુરગુર વંદે જગત કારણમ્ વંદે પન્નગભૂણષમ મુગધરમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્યાશશાંગ વહનીનયમ્ વંદે મૂકદમ, પ્રિયમ્ વંદે ભકતજનાયશ્ર્વ વરદમ્ વંદે શિવમ શંકરમ્॥
ભગવાન ભોળાનાય કે જેમનો નથી જન્મ નથી મૃત્યુ . એટલે કે અજન્મા અવિનાશી છે અને જગતની સ્થિતિ ઉત્પતિ લયના કારણે છે . કૈલાસ પર્વતમાં સદાય જેનો વાસ છે . દેવોના દેવ મહાદેવ કે જેમના મસ્તકે ચંદ્રમાં બિરાજે છે અને જટામાં ગંગા . જેઓનાં હજારો નામ છે . એક નામ શિય કે જેનો અર્થ થાય છે.કલ્યાણ સર્વેનું કલ્યાણ થાય સર્વે સુખી થાય. એવો એમનો સ્વભાવ છે .
વળી ભગવાનને ભોળાનાથ તરીકે પણ આપણે ભજીએ છીએ . કારણ કે , એકદમ તેઓ ભોળા સ્વભાવનાં સ્વામી છે . તેમને રીઝવવા માટે માત્ર એક પુષ્પ બિલ્લોપત્ર અને લોટા જળનો અભિષેક કરવાથી ભગવાન ભોળાનાય રીઝી જાય છે અને ભકતોનું કલ્યાણ કરે છે . આવા દેવાધિદેવ છે . ભગવાન ભોળીયાનાય અખંડ સમાધિસ્થ અવસ્થામાં પર્વતરાજ હિમાલયનાં કૈલાસ શિખરે બિરાજે છે.
પણ બધા ભકતો કૈલાસ શિખર સુધી ન જઈ શકે કારણ કે, ત્યાં વિષમ વાતાવરણ છે . ઠંડી અતિશય ઝંઝવાતી પવનો , બરફવૃષ્ટિ , આંધી વિગેરે પતિકુળ પરિસ્થિતિનો સામનો કરવો એ આબાલ વૃદ્ધો માટે ઘણું કઠીન છે. માટે પૃથ્વીના આ વિશાળ ભાગમાં લોકોના હિત માટે લોકો પોતાના દર્શન કરી શકે તે માટે સ્વયમું પ્રગટ થયાં છે. રાજકોટની આજી નદીનાં પટમાં ભગવાન શિવજી સ્વયંભુ પ્રગટ થયા છે.
સૌરાષ્ટ્રની આ તપોભૂમિમાં અનેક સંતો , મહંતો , સિદ્ધ પુરુષો , યોગીઓ અને જ્ઞાનીઓ થયા છે તેમ તપોભૂમિ સમાન આ ભૂમિ પર ઘણાં બધાં આધ્યાત્મિક સ્થાનો દેવ મંદિરો તેમજ ધાર્મિક સ્થળો આવેલાં છે . આજે આપણે વર્ષો પૂરાણાં અને સૌરાષ્ટ્રની આ તપોભૂમિ સમાન રાજકોટમાં ભગવાન સદાશીવનું સ્વંયભૂ પ્રગટપણાની કદાચ આ જૂનામાં જુનું પ્રાગટય સ્થાનક છે.તેનીવાત કરવાની છે.
ઇ.સ. 1200 નાં સૈકામાં એટલે કે , આજથી 600 વર્ષ પહેલાં રાજકોટ શહેરની સ્થાપના ન હોતી થઇ , ત્યારે આ વિસ્તાર ગાયકવાડ સરકાર – વડોદરાના તાબામાં આવતો હતો અને ત્યારે ગાયકવાડ સરકારના મહેસુલ અધિકારી સુબા સૌરાષ્ટ્રમાં ઓથઉઘરાવવાં એટલે કે એક પ્રકારનો કર ઉઘરાવવાં નીકળતા. આ સુબા ભગવાન શિવનાં પરમ ઉપાસક હતા . તેઓ હાલ જયાં આજી નદી છે ત્યાં આવતા સાંજ પડી જતા તંબુ નાખીને આજી નદીનાં કાંઠે રાતવાસો કરેલ . તેમનો સવારનો નિત્યક્રમ હતો કે ભગવાન શિવના મંદિરમાં પૂજન – દર્શન કરવા પણ અહીંયા નજર કરતા . કયાંય મંદિર ન જણાયું મનમાં દુ:ખ થયું કે , આજે શું મારી ટેક તૂટશે ? ભગવાનની પૂજા નહી કરી શકું ? આમ કરીને ત્યાંજ કેંઇક ભગવાનની પ્રેરણાથી ઉપવાસ શરૂ કર્યો અને રાત દિવસના ઉપવાસ બાદ ભગવાન શિવજી સુબાને સ્વપ્નમાં દર્શન આપે છે અને સ્વપ્નમાં નિશાની આપેલ તે પ્રમાણે નદીના મધ્ય ભાગમાં માટીનો ટેકરો ખોદાવતા શિવલીંગન દર્શન થયેલ . એજ સ્વયંભૂ રામનાથમહાદેવ ત્યારબાદ ત્યાં તે સુબાએ નાનો પાક ઓટો બનાવીને પછી આગળ પ્રયાણ કરેલ . ત્યારથી આ રામનાથમહાદેવને રાજકોટના રાજવી પરિવાર અને રાજકોટનાં લોકો રામનાથદાદા તરીકે ઓળખે છે માને છે રામનાથદાદા રાજકોટના ગ્રામ્ય દેવતા તરીકે પૂજાય છે.
આ મંદિરની સૌથી મુખ્ય વિશેષતા એ છે કે, મંદિરમાં કયાંય તાળું લગાવવામાં આવતું નથી . એટલે કે 24 કલાક મંદિર ખુલ્લું જ રહે છે . ઊંચ નીચનાં ભેદ વિના લોક રાત – દિવસ ગમે ત્યારે દર્શન કરી શકે છે . આ મંદિરની વિશેષતા છે . દાદાનું ફુલેકું ( વરધોડો ) : –
અહીં શ્રાવણ માસનાં દર છેલ્લા સોમવારે ભગવાન શ્રી રામનાથદાદાનો વરઘોડો (ફુલેકું) રાજકોટ શહેરમાં વાજતે – ગાજતે , ઢોલ , શરણાઇ , રાસ મંડળીઓ અને બહેનોનાં રાસ સાથે નીકળે છે.
એક વખત રાજકોટ શહેરમાં ભયંકર પ્લેગની બિમારી આવી આ બિમારીને ભોગ લોકો બનવા લાગ્યાં ત્યારે રાજકોટના મહારાજ શ્રી લાખાજીરાજ બાપુ હતાં તેઓ પણ ભગવાન સદાશિવના ઉપાસક હતાં અને રામનાથદાદાની પ્રેરણાથી તેમનો વરઘોડો ( ફુલેકું ) રાજકોટ શહેરમાં કાઢયું . આથી પ્લેગનો રોગ નાબુદ થયો. આમ લગભગ 100 વર્ષથી આ વરઘોડાંની પ્રથા આજે પણ અમલમાં છે.
આ મંદિરમાં લગભગ 200 વર્ષ પહેલા ખુદ સ્વામિનારાયણ ભગવાને પણ શિવ પૂજા કરીને થાળ ધરેલ . આમ આ સ્થળ સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થળ પણ ગણાય છે . તદ્ઉપરાંત અહીં જગતગુરૂ શંકરાચાર્યજી , કરપાત્રીજી , ડોંગરેજી મહારાજ રણછોડદાસ બાપુ , હરિચરણદાસજી બાપુ , બજરંગદાસ બાપા , હિમાલયના રણછોડદાસજી મહારાજના શિષ્ય સિધ્ધ મૌનિબાપુ , વિગેરેએ પણ પૂજા – દર્શન કરે, છે . આ ઉપરાંત શ્રી મનહરલાલજી મહારાજ , સંતશ્રી મોરારીબાપુ જેવાં નામાકિત
કથાકારો એ પણ આ મંદિરમાં દર્શન – પૂજા કરેલ છે . પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ પણઅહીયા દાદાના દર્શન પૂજા કરેલ છે . શોખડાવાળા હરિપ્રસાદજીએ પણ અહીંયા દર્શન – પૂજન કરેલ છે.
આ મંદિરમાં દરરોજ સવાર – સાંજ ભકતોની ભીડ રહે છે અને અહિંની પ્રણાલીકા મુજબ ધોતિયું પહેરીને જ ભગવાનની પૂજા થાય છે . સાંજે દરરોજ 5:30 કલાકે જુદા જુદા ફૂલનો શણગાર થાય છે. સાંજે 7:30 થી 8:00 કલાકે સંધ્યા આરતી – દીપમાળ દર્શન થાય છે . રાત્રે 11:00 ક્લાકથી ફરી રાત્રી પૂજા શરૂ થઇ જાય છે . જે વ્હેલી સવાર સુધી ચાલે છે. આમ અવિરતપણે આ મંદિરમાં સેવા પૂજા દર્શનનો લાભ દરેક ભકતોને મળે છે.