બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં થયેલ લઠ્ઠા કાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ઝેરી દારૂ પીવાથી ૫૦થી વધુ લોકોના મોત થયા હતા. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આજે બોટાદવાસી જીલ્લા પોલીસના સમર્થનમાં આવ્યા હતા. અને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા તે મામલે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આજ રોજ બોટાદ જિલ્લા કલેકટર કચેરી બોટાદ જિલ્લાના ઘણા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા અને SP કરણરાજ વાઘેલાની બદલી થઈ એ બાબતે ગુજરાત સરકાર સામે વિરોધ દર્શાવવા આવેદન પત્ર આપવા જવાનો કાર્યક્રમ રાખ્યો હતો.
આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના યુવાનો તરફથી અભિષેક ભાઈ સોલંકી,આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ માંથી વનરાજભાઈ ખેર,મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ આસિફભાઈ માંકડ તથા બોટાદ જિલ્લાની જાહેર જનતા વતી ઘણા લોકો હાજર રહ્યા હતા. ખરેખર સર્વ સમાજ વતી બોટાદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું.