અમદાવાદમાં સૌથી વધુ 364 કેસ, એકનું મોત: એક્ટિવ કેસ 5995, 15 દર્દીઓ વેન્ટીલેટર પર
રાજ્યમાં કોરોનાની ચોથી લહેર શરૂ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ગુરૂવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 181 સહિત રાજ્યમાં કોરોનાના નવા 1101 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 364 કેસ નોંધાયા હતા. એક દર્દીનું મોત પણ નિપજ્યું છે. એક્ટિવ કેસનો આંક 5995એ પહોંચ્યો છે. જે પૈકી 25 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે અને 5980 દર્દીઓની હાલત સ્થિર છે. ગઇકાલે 886 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. તહેવારોની સ્થિતિ સમયે જ રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉંચકતા લોકોમાં ડરનું લખલખુ પ્રસરી થવા પામ્યુ છે. હવે જો સાવચેતી રાખવામાં જરા અમસ્થી પણ લાપરવાહી દાખવવામાં આવશે તો ઘાતક સાબિત થઇ શકે છે.
ગુજરાતમાં ગુરૂવારે કોરોનાના કેસમાં તોતીંગ ઉછાળો નોંધાયો હતો. નવા 1101 કેસ નોંધાયા હતા. જેની સામે 886 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક
દર્દીનું કરૂણ મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 364 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 78 કેસ, સુરત કોર્પોરેશનમાં 48 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 43 કેસ, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 40 કેસ, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં નવા 21 કેસ, જૂનાગઢ કોર્પોરેશનમાં નવો એક કેસ નોંધાયો છે.
આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં 76 કેસ, ગાંધીનગર જિલ્લામાં નવા 60 કેસ, વડોદરા જિલ્લામાં 58 કેસ, કચ્છ જિલ્લામાં 38 કેસ, સુરત જિલ્લામાં 29 કેસ, બનાસકાંઠા જિલ્લામાં 26 કેસ, વલસાડ જિલ્લામાં 22 કેસ, નવસારી જિલ્લામાં 19 કેસ, ભરૂચ જિલ્લામાં 18 કેસ, અમરેલી જિલ્લામાં નવા 17 કેસ, સાબરકાંઠા જિલ્લામાં 17 કેસ, પાટણ જિલ્લામાં 16 કેસ, રાજકોટ જિલ્લામાં 16 કેસ, આણંદ જિલ્લામાં 14 કેસ, અમદાવાદ જિલ્લામાં 10 કેસ, મોરબી જિલ્લામાં 10 કેસ, પોરબંદર જિલ્લામાં નવા 9 કેસ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 8 કેસ, અરવલ્લી જિલ્લામાં 6 કેસ, ખેડા જિલ્લામાં 6 કેસ, પંચમહાલ જિલ્લામાં 5 કેસ, તાપી જિલ્લામાં 5 કેસ, ભાવનગર જિલ્લામાં ચાર કેસ, બોટાદ જિલ્લામાં 3 કેસ, જામનગર જિલ્લામાં 3 કેસ, સુરેન્દ્રનગર જિલ્લામાં 3 કેસ, મહિસાગર જિલ્લામાં બે કેસ, છોટા ઉદેપુર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે. એક્ટિવ કેસનો આંક 5995એ આંબ્યો છે.