દો દિન કી ચાંદની ફીર અંધેરી રાત
ફરિયાદ થશે, સીટ રચાશે, તપાસ રિપોર્ટ થશે, ચાર્જશીટ થશે, બે-પાંચ વર્ષે ચુકાદો આવશે ત્યાં વધુ અનેક આવા કાંડ સર્જાશે!
આવો ગુરૂ કરે પીના શરૂ આજ તો જામ પે જામ જમકર ચલે, કલ અંગુર કી બેટી મિલે ના મિલે અને નશા શરાબ મે હોતા તો નાચતી બોટલ જેવા સોંગ નશા માટે પ્રચલિત છે. નશાનો નશો એટલી હદે પહોચે છે કે જીવનું જોખમ બની જાય છે. સમાજની સંસ્કૃતિ અને શાંતિ હણી રહી છે. તે સર્વ વિદિત છે. વધુ પડતો નશો શારિરીક, આર્થિક અને માનસિક રીતે પાયમાલ કરી અંતે તો બરબાદ નોતરી રહી છે. તેમજ છતાં નશાના આદી બની સસ્તો નશો કરવા દારૂ સમજી ઝેરી કેમિકલ ગટગાવતા હોય છે ત્યારે સામુહિક મોતનું તાંડવ સાથે હાહાકાર મચાવે છે. આવી ઘટના સૌ પ્રથમ નથી તેમ છેલ્લી પણ નથી આવી ઘટના અટકાવવા નક્કર કાર્યવાહીના બદલે સીટની રચના કરાશે, તપાસ અહેવાલ રજુ થશે, ચાર્જશીટ તૈયાર થશે, બે-પાંચ વર્ષ પછી જવાબદાર બે-પાંચને સજા થશે તે પહેલાં ફરી આની કમનશીબ ઘટના બનશે અને જીવ ગુમાવશે, દો દિન કી ચાંદની ફીર અંધેરી રાત જેવી સ્થિતી બની રહે છે.
કમનસીબ ઘટના ફરી ન બને તે માટે બુધ્ધિજીવીઓ, સમાજ સુધારકો અને તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી જરૂરી
ગાંધીની ગુજરાતમાં નશાબંધીનો કાયદો બનાવવામાં આવ્યો છે. સરકાર કરોડો રૂપિયાની એકસાઇઝ ડયુટી ગુમાવી સમાજ માટે સજાગ છે નશાબંધીના કાયદામાં જરૂરીયા મુજબ સુધારા સાથે કેટલીક જોગવાયનો ઉમેરો કરવામાં આવે છે. પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પાપે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર બની રહ્યો છે. વિદેશી દારૂ અમીર લોકોની ફેશન બની ગયો છે તેમ દેશી દારૂ શ્રમજીવી વર્ગ માટે થાક ઉતારવા, સારી ઉંઘ માટે અને ટેનશન ભુલવા જરૂરી બન્યો છે. જેના કારણે પણ દારૂબંધીનો કડક અમલ કરાવવો અશકય બન્યું છે.
મોજ શોખ માટે દારૂનો નશો કરતા કેટલા નબીરાઓ હેલ્થ પરમીટ કઢાવે છે. હેલ્થ પરમીટનો જ અર્થ સુચવે છે કે સારી અને પુરતી ઉંઘ માટે દારૂનું સેવન જરૂરી ગણાવી હેલ્થ પરમીટ આવામાં આવે છે. જો ખરેખર દારૂનું ખરાબ છે તો હેલ્થ પરમીટ કેમ આપવામાં આવે છે. દારૂને દવાના રૂપમાં પીવામાં આવે તો કંઇ નુકસાન કે બરબાદી થતી નથી પરંતુ શ્રમજીવી વર્ગ સસ્તા દારૂ માટે નમોતના સોદાગરોથ વેચાતા ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવા માટે પેરાય છે. અત્યાર સુધી દારૂનો નશો કરવા માટે પીવામાં આવેલા ઝેરના કારણે મોતનું તાંડવની કમનશીબ ઘટના અનેક વખત બની છે. આવી ઘટના ફરી બનતી અટકાવવા માટે સમાજ સુધારકો અને તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે.
નશાનો નશો ‘જીવના જોખમે’? સંસ્કૃતિ અને શાંતિને હણી રહી છે
દારૂની આડ અસર સામે સાવચેતી માટે તંત્ર દ્વારા નદારૂડીયો દારૂને શું પીશે દારૂ જ દારૂડીયાને પી જશેથ, સિગારેટના પેકેટ પર કેન્સરની બીમારી થતી હોવાની ગંભીર ચેતવણી આપવામાં આવે છે. ડ્રગ્સનું સેવન કંઇ રીતે યુવાધનને બરબાદ કરે છે તે માટે અવાર નવાર સેમિનાર યોજી જનજાગૃતિ માટેના પ્રયાસ કરવામાં આવે છે. આવી બધી ચેતવણીને બેધ્યાન કરી વિવિધ માદક દ્રવ્ય અને પર્દાથ દ્વારા નશો કરી પોતાની જીંદગીને જોખમમાં મુકી પોતાના જ પરિવાર માટે કરૂણાંતિકા સર્જી રહ્યા છે.
પીવો ખરાબ હોય તો હેલ્થ પરમીટ કેમ અપાય છે?
દારૂને દવાના સ્વરૂપે યોગ્ય માત્રામાં પીવામાં આવે તો દારૂ દવા જ છે પરંતુ દવાને દારૂ સમજી દારૂ પીવામાં આવે તો પોતાના આરોગ્ય અને પરિવાર માટે જોખમી બની જાય છે. દારૂ પીવા માટેની પરમીટ સારી ઉંઘ માટે અને નેગેટીવ વિચારોથી બચવા માટે તબીબી અભિપ્રાયના આધારે આપવામાં આવે છે દારૂ યોગ્ય માત્રામાં પીવામાં આવે તો તે ખરેખર દવા જ છે. પરંતુ પોતાના ટેન્સન ભુલવા, થાક ઉતારવા અને મોજ શોખ માટે વધુ માત્રામાં દારૂ, ડ્રગ્સ કે સિગારેટ પીવાના કારણે કેટલી બીમારી થઇ શકે છે અને પરિવારની કેવી અવદશામાં ધકેલવામાં આવે છે તેનું જીવતુ જાગતું ઉદારણ ધંધૂકા અને બરવાળા જેવી ઘટના બને છે.