રિટર્ન માટે વેરીફીકેશન સહિતની ઓનલાઇન કામગીરીથી સર્વરડાઉન નેક કનેક્ટિવીની સમસ્યા ઘ્યાને લેવી જોઇએ

આવકવેરા દ્વારા ઇન્કમટેકસ રીટર્ન ફાઇલીંગ કરવાની છેલ્લી તા. 31-7-22 રાખેલ છે. આ સમયગાળો કામગીરી પ્રમાણે ખુબ જ ઓછો છે જેથી ઓફીસોમાં કામનો ભરાવો ખુબ જ વધી ગયો છે. ઇન્કમટેકસ રીટર્ન ફાઇલ કરતા પહેલા ટી.ડી.એસ. અને ટી.સી.એસ. ના વેરફિકેશન માટે ઓનલાઇન તપાસ કરવાની થતી હોય પરંતુ હાલ આઇ.ટી. પોર્ટલ ન ખુલવાના કારણે આ કામગીરી થઇ શકતી નથી. તેમજ સર્વર ઉપર અતિ ભારે ઘસારાના કારણે સર્વર બંધ થઇ જાય છે. એકી સાથે રીટર્ન ભરાતા હોવાની ઇન્ટરનેટ કનેકટીવીટી પણ ડાઉન થઇ જાય છે. જેથી કરદાતાઓને રીટર્ન ફાઇલ કરવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે.

સમગ્ર વેપાર-ઉઘોગ અને કરદાતાના વિશાળ સમુદાયની મુશ્કેલીઓને લઇ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈશ્ર્નવ પાર્થભાઇ ગણાત્રા, નૌતમભાઇ બારસીયા, ઉત્સવભાઇ દોશી અને વિનોદભાઇ કાછડીયાએ કેન્દીય નાણામંત્રી નીર્મલા સીતારામનને પત્ર પાઠવી ઇન્કમટેકસ રીટર્ન ફાઇલ કરવાની મુદત ઓછામાં ઓછી એક મહીનો લંબાવવા માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.