સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલથી જ તૈયારી કરે તે માટે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જિઓ જુનિયર યુપીએસસી કોચિંગનું આયોજન
સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રની પ્રજા ખમીરવંતી છે, વ્યાપારમાં અને ઉદ્યોગમાં ખૂબ સાહસીક સૌરાષ્ટ્રની પ્રજા છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે યુપીએસસી-જીપીએસસીની પરીક્ષા પાસ કરી અને ઓફિસર બનવાનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાત સ્કૂલ ઓફ એક્સલન્સના સંયુક્ત ઉપક્રમે ધોરણ પાંચથી સ્કૂલ લેવલ થી જ બાળકોમાં યુપીએસસીના વિષયો જાણતા સમજતા થાય અને પરીક્ષાની તૈયારી પ્રાથમિક લેવલ થી જ શરૂ થઈ જાય એ માટે જીઓ જુનીયર યુપીએસસી કોચિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ જીઓ જુનીયર યુપીએસસી કોચિંગ અંતર્ગત રાજકોટ તથા સૌરાષ્ટ્રના ધોરણ 5-10 ના વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અપાશે.
આ કોચિંગ અંતર્ગત રાજકોટના બેસ્ટ ટીચર્સઓમાં સેવા આપનાર છે આ કોચિંગ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન જે કોચીંગ આપવામાં આવશે તે સંપૂર્ણ નિ:શુલ્ક છે. ભારતનો ઇતિહાસ, ભારતનો ભૂગોળ, વિજ્ઞાન અને ભારતનું બંધારણ વિષયો વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે. સાંજે દોઢ કલાકના આ વર્ગો દરમિયાન વિદ્યાર્થીઓ યુપીએસસીનો યોગ્ય રીતે અભ્યાસ કરી શકશે. રાજકોટ તથા સૌરાષ્ટ્રના યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઇએએસ-આઇપીએસ બનેલા ઓફિસર્સને મહિનામાં એક વખત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આમંત્રણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓમાં ઇન્ટરવ્યુની સ્કિલનો પણ વિકાસ થાય એ માટે ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ પણ બાળકોને કરાવવામાં આવશે. જિઓ જુનીયર યુપીએસસી અંતર્ગત ની:શુલ્ક રાજકોટના ધોરણ 5 થી 10 સુધીના ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમના ટોટલ 400 બાળકોના એનરોલમેન્ટ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. આ પરીક્ષા 28મી ઓગસ્ટના રોજ સવારે 11 થી 2 વાગ્યે ગુજરાત સ્કુલ ઓફ એક્સલેન્સ, રાજકોટ ખાતે યોજાશે.
પ્રોગ્રામ અંતર્ગત પ્રવેશ મેળવી જે વિદ્યાર્થીઓને આઇએએસ-આઇપીએસ ઓફિસર બનવાની ઈચ્છા છે તે તમામ બાળકોને અને રજિસ્ટ્રેશન માટે ૂૂૂ.લતયતિ ફષસજ્ઞિ.ંજ્ઞલિ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
આ રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ ગુજરાત સ્કૂલ ઓફ એકસેલન્સ સિસ્ટમ, શિવધારા રેસિડેન્સી, કુવાડવા રોડ, રાજકોટ – 360003 ખાતે પણ જઇ કરી શકશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડોક્ટર મેહુલ રૂપાણી, પ્રિન્સીપાલ રિચા અગ્રવાલ અને વિભૂતિ ત્રિવેદી, એડમિનિસ્ટ્રેટીવ હેડ અદિત ઘેડિયા અને પ્રોગ્રામના કોર્ડીનેટર કૃપાલ સોની તથા ચિરાગ કોઠારી, બ્રિજેશ કોરડીયા, હર્ષિત નકુમ તથા સ્ટાફના સર્વે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.