બરવાળા- ધંધુકા પંથકમાં લઠ્ઠાકાંડ થતાં 30 નિર્દોષ લોકોના ભોગ લેવાયા જેના રાજયભરમાં ધેરા પ્રત્યાઘાત પડયા છે જેને પગલે રાજકોટ સહિત રાજયભરમાં ગૃહ ઉઘોગની જેમ સ્લમ વિસ્તારોમાં અને ગ્રામ્ય પંથકમાં ધમધમતા દેશીદારુના હાટડા પર વહેલી સવારથી પોલીસે ધોંસ બોલાવી છે.
રાજકોટ શહેરમાં બરવાળા- ધંધુકા વાળી સર્જાય નહી તેની અગમચેતીના ભાગરુપે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરર્શીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, ડીસીપી ઝોન-ર સુધીરકુમાર દેસાઇ, ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ એ.સી.પી., ક્રાઇમબ્રાંચ, એલ.ઓ.જી. પેરોલ ફર્લો અને તમામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા કુબલીયાપરા, , રૈયાધાર, થોરાળા, કીટીપરા, આંબેડકરનગર, પુનિતનગર, ખોડીયાનગર, જંગલેશ્ર્વર, માજીઠીનગર, દુધસાગર રોડ, ચુનારાવાડ, ગંજીવાડા અને કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા દેશી દારુના ધંધાર્થી પર ત્રાટકીન દેશી દારુની ભઠ્ઠી અને આથો, વાસી ગોળ સહીતનો નાશ કર્યો હતો.
આ દરોડાને પગલે દારુના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે પોલીસે દારુ બંધીનો અમલ કરાવવા હોય તો નિયતિ હોય તો પોલીસ માટે કોઇ વસ્તુ અશકય નથી. તેવું બુઘ્ધી જીવઓમાં ચર્ચાય રહ્યું છે.