શરદી-ઉધરસના 307, સામાન્ય તાવના 74 અને ઝાડા-ઉલ્ટીના 87 કેસ: મચ્છરોની ઉત્પતિ સબબ 656 આસામીઓને નોટિસ
સતત વરસાદ અને વાદળછાંયા વાતાવરણના કારણે શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહેલા તમામ પગલાઓ બેઅસર પૂરવાર થઇ રહ્યા છે. ગત સપ્તાહે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યૂના ચાર અને મેલેરિયાના ત્રણ કેસો મળી આવ્યા હતા. મચ્છરની ઉત્પતિ સબબ 656 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે ડેન્ગ્યૂના ચાર કેસ અને મેલેરિયાનો ત્રણ કેસ મળી આવ્યા છે. જ્યારે ચીકન ગુનિયાનો પણ એક કેસ મળી આવ્યો છે. ચાલુ સાલ અત્યાર સુધીમાં મેલેરિયાના 13 કેસ અને ડેન્ગ્યૂના 23 કેસ નોંધાયા છે. જ્યારે ચીકન ગુનિયાના પણ 10 કેસ મળી આવ્યા છે. ગત સપ્તાહે શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી શરદી-ઉધરસના 307 કેસ, સામાન્ય તાવના 74 કેસ, ઝાડા-ઉલ્ટીના 87 કેસ નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે 16,341 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. 991 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ જંકશન પ્લોટ, ગાયકવાડી, ગુંદાવાડી, અર્ચના પાર્ક, સાધુુવાસવાણી રોડ, આલા5 રોયલપામ, મવડી બાપાસીતારામ ચોક પાસે, ભોજલારામ સોસા. સામેનો વિસ્તાર, સદભાવના સોસા., ગાયત્રીનગર, ઉદ્યોગનગર, પટેલ પાર્ક માયાણી ચોક પાસે, તિરૂપતી પાર્ક નાના મોવા રોડ, શ્રી હરી સોસા., સોજીત્રા પાર્ક, રૂચી બંગ્લો એર પોર્ટ પાસે, જાગનાથ પ્લોટ, જનતા સોસા., ન્યુ ગાંધી સોસા., શિવમ પાર્ક તથા મેઇન રોડ, જયોતી પાર્ક, પુજારા પ્લોટ, યોગેશ્વર અટીકા વિસ્તાર, ગ્રીનપાર્ક, ઓરૂમ ઓલીવેટ કાલાવડ રોડ, કેરલા પાર્ક, “ધ ગાર્ડન સીટી” સી અને ડી, સખીયાનગર, ઓમ રેસીડેન્સી, મવડી પોલીસ હેડ કવા., સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી, ફોરચ્યુન વિલા રૈયા સ્મશાન આખી સોસા., સનસીટી સાધુવાસવાણી રોડ, આદિત્ય હાઇટસ સી.ડી.ઇ. તથા આસપાસનો વિસ્તાર, ઓરીટ હાઇટસ મોટા મવા, આનંદનગર, વિસ્તાર વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 599 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 656 આસામીને નોટીસ આપવામાં આવેલ છે.