કચ્છમાં ઓરેન્જ એલર્ટ: રાજકોટ, જૂનાગઢ, બોટાદ જિલ્લામાં સવારથી વરસાદ
એક સાથે બબ્બે સિસ્ટમો સક્રિય હોવાના કારણે આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 250 પૈકી 232 તાલુકાઓમાં વરસાદ પડ્યા બાદ સવારથી 33 તાલુકાઓમાં વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં સિઝનનો 66 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. આવતીકાલથી વરસાદનું જોર ઘટી જશે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં એક લો-પ્રેશર સક્રિય છે. જ્યારે સાથોસાથ સાયક્લોનિક સરક્યુલેશન પણ સક્રિય છે. આ ઉપરાંત મોનસૂન ટ્રફ રાજસ્થાનના જેસલમેર, કોટા, ગુના, સાન્તા પરથી પ્રસાઇ થઇ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ગઇકાલે 232 તાલુકાઓમાં વરસાદ પડ્યા બાદ આજે દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, વલસાડ, દમણ ઉપરાંત કચ્છમાં અતિભારે જ્યારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, જામનગર, રાજકોટ, મોરબી
અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, કાલે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.રાજ્યમાં આ વર્ષ મેઘરાજાએ વિશેષ કૃપા દાખવી છે. એક પછી એક નવી સિસ્ટમ બની રહી હોવાના કારણે સતત વરસાદ વરસી રહ્યો છે. આજે પણ સવારથી રાજ્યમાં મેઘાવી માહોલ છવાયો છે.
રાજયના ર3ર તાલુકાઓ મેઘમહેર: થરાદમાં છ ઇંચ
સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઇ એક ઇંચ સુધી વરસાદ
રાજયમાં રવિવારે મેઘાવી માહોલ રહ્યો હતો રપ0 તાલુકાઓ પૈકી ર3ર તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સુપડા ધારે છ ઇંચ સુધી વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના થરાદ તાલુકામાં છ ઇંચ જેટલો વરસી ગયો હતો. સવારથી 3ઘ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. હજી બે દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુંસાર આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 33 જીલ્લાના ર3ર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. થરાદમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત લખાણીમાં ચાર ઇંચ, કછલાલમાં સાડા ત્રણ ઇંચ, સુંઇગામમાં સવા ત્રણ ઇંચ, વડગામમાં સવા ત્રણ ઇંચ, પાલનપુરમાં 3 ઇંચ, મહેમદાવાદમાં 3 ઇંચ, ખેરગામમાં 3 ઇચ, દાંતામાં 3 ઇંચ, વાવમાં અઢી ઇંચ, મહુઘામાં અઢી ઇંચ,
ધાનેરામાં અઢી ઇંચ, ડિસામાં બે ઇંચ, અંજારમાં બે ઇંચ સાતલાસણામાં બે ઇંચ, ભુજમાં બે ઇંચ, બાલા સિનોરામાં બે ઇંચ, કપરાડામાં બે ઇંચ, ભચાઉમાં બે ઇંચ, ડાંગમાં બે ઇંચ, હનસોટમાં બે ઇંચ, વિજયનગરમાં બે ઇંચ, કરજણમાં બે ઇંચ, કડાણામાં બે ઇંચ, બોડેલીમાં બે ઇંચ, અને હારીજમાં બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો સવારથી 33 તાલુકામાં ઝાપટાથી લઇ પોણો ઇંચ વરસાદ પડયો છે.
કચ્છ પર મેઘો ઓળધોળ 116.30 ટકા વરસાદ
હમેંશા વરસાદ માટે તરસી રહેલા કચ્છ પર આ વર્ષ મેઘો સવિશેષ મહેરમાન થયો હોય તેવું લાગી રહ્યું છે. આજ સુધીમાં કચ્છમાં સીઝનનો 116.30 ટકા વરસાદ વરસી ગયો છે. જે રાજયમાં સૌથી વધુ છે. રવિવારે પણ કચ્છમાં સાર્વત્રિત વરસાદ પડયો હતો. છેલ્લા ર4 કલાક દરમિયાન અંજારમાં બે ઇંચ, ભચાઉમાં બે ઇંચ, ભુજમાં બે ઇંચ, રાપરમાં સવા ઇંચ, લખપતમાં એક ઇંચ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા અને ગાંધીધામમાં અર્ધા ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાપર અને ભચાઉને બાદ કરતા કચ્છના મોટાભાગના તાલુકાઓમાં સંતોષકારક વરસાદ પડયો છે. અત્યાર સુધીમાં કચ્છમાં સીઝનનો 116.30 ટકા વરસાદ વરસી ગયો છે. દરમિયાન આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જુલાઇના ર4 દિવસમાં રાજયમાં સરેરાશ ર0 ઇંચ વરસાદ
રાજયમાં સીઝનનો સરેરાશ 66.06 ટકા વરસાદ: આ વર્ષ સરેરાશ 10 ટકાથી વધુ વરસાદ પડે તેવી આશા
નૈત્રઋના ચોમાસાના વહેલા આગમન બાદ જુન માસમાં ગુજરાતમાં સરેરાશ 64.22 ટકા જ વરસાદ પડયો હતો દરમિયાન જુલાઇ માસમાં મેઘરાજાએ સવાયુ હેત વરસાવતા માત્ર ર4 દિવસમાં જ 497.36 મી.મી. અર્થાત ર0 ઇંચ જેટલું પાણી વરસાવી દીધું છે. હજી ચોમાસાની સિઝન પુરી થવાના આડે બે માસથી પણ વધુ સમય બાકી હોય આ વર્ષ રાજયમાં 100 ટકાથી પણ વધુ વરસાદ પડે તેવી સુખદ આશા બંધાય છે. રાજયમાં સિઝનનો કુલ 66.06 ટકા વરસાદ પડયો છે. કચ્છ રીજીયનમાં સૌથી વધુ 116.30 ટકા, ઉતર ગુજરાતમાં 46.82 ટકા, પૂર્વ-મઘ્ય ગુજરાતમાં 56.64 ટકા, સૌરાષ્ટ્રમાં 60.69 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 80.48 ટકા વરસાદ પડયો છે.રાજયના ત્રણ તાલુકાઓમાં હજી સિઝનનો પાંચ ઇંચ પણ વરસાદ પડયો નથી. જયારે ર8 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે.
17 જળાશયોમાં બે ફુટ સુધી પાણીની આવક
સૌરાષ્ટ્રમાં ફરી મેઘરાજાએ હેત વરસાવવાનું શરુ કર્યુ છે. જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક ફરી શરુ થઇ છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન 17 ડેમોમાં બે ફુટ સુધી નવા નીરની આવક થવા પામી છે. જયારે સાત જળાશયો ઓવર ફલો થઇ રહ્યા છે. જયારે નવ જળાશયોના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. રાજકોટ સિચાઇ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુ સાર આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન આજી-3 ડેમમાં 0.16 ફુટ, ડોડીમાં 0.20 ફુટ, ન્યારી-ર ડેમમાં 0.33 ફુટ, છાપરવાડી-ર ડેમમાં 0.13 ફુટ, ડેમી-1 ડેમમાં 0.33 ફુટ, ડેમી-ર ડેમમાં 0.16 ફુટ, બંગાવડીમાં 0.33 ફુટ, ફુલઝર-રમાં 0.98 ફુટ, વાડીસંગમાં 0.49 ફુટ, વર્તુ-1 માં 0.52 ફુટ, વેરાડી-રમાં 0.16 ફુટ, મીણસારમાં 0.16 ફુટ, વઢવાણ ભોગાવો-ર માં 0.10 ફુટ, લીંબડી ભોગવો-1 માં 0.10 ફુટ અને સોઠામાં 0.33 ફુટ પાણીની આવક થવા પામી છે. સાત જળાશયો છેલ્લા એકાદ સપ્તાહની સતત ઓવરફલો થઇ રહ્યા છે.