મુખ્ય ન્યાયાધીશે શપથ લેવડાવ્યા ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા: મહામહિમનું રાષ્ટ્ર જોગ પ્રવચન
વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે આજે સવારે 10.15 કલાકે દ્રોપદી મુર્મુએ શપથ ગ્રહણ કર્યા હતા આઝાદી પછી જન્મ લેનાર તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ છે શપથ ગ્રહણ પૂર્વ તેઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે 21 તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયેલા શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રામને દ્રોપદી મુર્મુને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ નવનિયુકિત રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા હતા. આજે સવારે 10.15 કલાકે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે દ્રોપદી મુર્મુએ શપથ લેતાની સાથે જ ભારતમાં એક નવા અઘ્યાયનો આરંભ થયો છે. દેશના સર્વોચ્ચ પદ સુધી પહોચનારા તેઓ પ્રથમ આદિવાસી મહિલા છે જયારે ભારતના બીજી મહીલા રાષ્ટ્રપતિ છે તેઓ યુ.પી.એના ઉમેદવાર યશવંતસિંન્હાને પરાજય આપી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા.
શપથ ગ્રહણ પૂર્વ તેઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ શીશ ઝુકવ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેઓએ આવકાર્યા હતા. તેઓ ઓડિશાના વતની છે આ પૂર્વ વીવીગીરી ઓડિશામાંથી રાષ્ટ્રપતિ બનાનારા પ્રથમ વ્યકિત હતા. એક આદિવાસી મહિલા દેશના સર્વોચ્ચ પદે પહોચતા આજે વિશ્વ આખાએ ભારતની લોકશાહીનો સાક્ષાત્કાર કર્યા હતો.