સ્ટેટ જીએસટી દ્વારા જામનગરમાં 10 સહિત રાજ્યમાં 13 ટ્રાન્સપોટર્સને ત્યાં દરોડા
જામનગર સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ બિલિંગની તપાસમાં ટ્રાન્સપોર્ટરો પણ જોડાયેલા હોવાની માહિતી મળતા તેના આધારે અલગ અલગ શહેરમાં 13 ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડા પાડી તપાસ શરૂૂ કરાઈ છે. બોગસ બિલિંગનો ઉપયોગ કરીને કરચોરીના કેસો શોધીને તેમની સામે ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યાર સુધીમાં 92 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવા લોકોની તપાસ કરતા કેટલાક ટ્રાન્સપોર્ટરો પણ તેમાં જોડાયા હોવાનું બહાર આવ્યું હતું. જેથી સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા જામનગર, સુરત અને વલસાડમાં 13 ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કેટલાક વેપારીઓનો પણ સમાવેશ થઇ રહ્યો છે. હાલમાં વિભાગ દ્વારા રાજ્યના મુખ્ય શહેરોમાં દરોડા પાડીને કેટલાક બોગસ બિલિંગ કરતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
આવા લોકો પાસેથી મળેલા ડેટાના આધારે માલ વહન કર્યા વગર ટ્રાન્સપોર્ટરોનું પણ ઈન્વોલમેન્ટ સામે આવ્યું હતું. જેમાં સૌથી વધારે જામનગરના ટ્રાન્સપોર્ટરો સામે આવ્યા છે. આવા લોકોને ત્યાં સ્ટેટ જીએસટીની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ચાર દિવસથી આ ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ ટ્રાન્સપોર્ટરોને ત્યાંથી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી રહી છે. જેના ઉપરથી અન્ય ટ્રાન્સપોર્ટરોના નામ સામે આવતા ડિપાર્ટમેન્ટે તેમને ત્યાં પણ તપાસનો દોર શરૂૂ કરવાની તૈયારી પણ કરી લીધી છે. આ ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓ દ્વારા બોગસ બિલિંગ દ્વારા લેવામાં આવેલી આઇટીસી વસૂલવા માટે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પેઢીના નામ
શ્રી શાંતિ મેટલ , રિસાઈકલિંગ, શાંતિ મેટલ ઇન્ડસ્ટ્રી , ડી.આર.ટ્રેડિંગ , એક્ટિવ મેટલ પ્રા. , મૈત્રી એન્ટરપ્રાઇઝ , ઓમકાર એ. , માતૃકૃપા ક્ધસ્ટ્ર. , જય દ્વારકાધિશ ક્ધસ્ટ્ર. , રાધે રમણ મેટલ પ્રા- , એ.કે. મેટલ્સ પ્રોડક્ટ , રાજ ટ્યુબ પ્રા. , રંજીત લોજિસ્ટિક , જામ રંજીત કેરિયર.