અંધશ્રધ્ધાએ સમાજનું એક પાસુ બની ગયુ છે. સમાજમાં અંધશ્રધ્ધાનો ફેલાવો વર્ષોથી ચાલતો આવે છે. જેને બંધ કરવાના અનેક પ્રયત્નો કરાય છે. પરંતુ અંધશ્રધ્ધાના કિસ્સામાં વધારો થતો જોવા મળે છે. મદુરાઇમાં એક મંદિરનો એવો કિસ્સો સામે આવ્યો છે. જે જાણીને તમે ચોકી જશો. પરંપરાના નામે પસંદ કરાયેલ કિશોરીઓને મંદિરમાં ૧૫ દિવસ સુધી ખુલ્લી છાતીએ (ટોયલેસ) રાખવામાં આવે છે.
૧૦ થી ૧૪ વર્ષની ઉંમરની કિશોરીઓને મંદિર પરિસરમાં જ પુજારીનો દેખરેખમાં જ રહેવુ પડે છે. આ કિશોરીઓને અમ્મા (દેવી)નું સ્વરુપ માનવામાં આવે છે. આ કિશોરીઓ માત્ર લેટંગા જેવુ વસ્ત્ર પહેરાવાય છે. કમરથી ઉપરના ભાગે કોઇ વસ્ત્ર હોતુ નથી પણ માત્ર ઘરેણા પહેરાવાય છે.
લગભગ ૬૦ ગામોના લોકો આ આયોજનમાં એકત્રિત થાય છે એવુ જાણવા મળ્યુ છે કે આ કિશોરીઓને તેમના પરિવારજનો સ્વેચ્છાઓ અહી મોકલે છે. દર વર્ષે સાત કિશોરીઓને આ પરંપરા માટે પસંદ કરવામાં આવે છે. આ વાતની જાણ મદુરાયના કલેક્ટરને થઇ તો તેમણે આકરુ વલણ અપનાવ્યુ છે.