કોઈ તાલુકામાં નુકશાન ન હોવાનું તંત્રનું તારણ
ચાલુ વર્ષે પડી રહેલા સચરાચર વરસાદથી અનેક જિલ્લાઓમાં વરસાદી તારાજીથી પ્રભાવિત થયાં છે. ઘણાં જિલ્લાઓમાં આ વરસાદી તારાજીથી મકાન, ઝૂંપડાઓને નુકશાન થવા પામ્યું છે તો ઘણાં ખેડૂતોના ખેતરોનું ધોવાણ અને જાન માલને નુકશાની થવા પામી છે. પરિણામે વરસાદી તારાજીથી પ્રભાવિત થયેલ જાન માલની નુક્શાનીના વળતર પેટે સરકાર તરફથી સહાય આપવાનું શરૂ કરાયું છે. સરકારી એજન્સીઓ દ્વારા જે વિસ્તારમાં જાન માલને નુકશાન થયેલ છે તેનો સર્વે કરાવી સહાય મળવા પાત્ર છે.
ચાલુ સીઝનમાં રાજકોટ જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે, પરંતુ નુકશાની થાય એવું કંઈ નહીં નોંધાવાને કારણે સરકાર તરફથી મળવા પાત્ર સહાય રાજકોટ જિલ્લાને મળી શકશે નહીં.આમ, રાજકોટ જિલ્લામાં વરસાદી નુક્શાનીનું વળતર મળશે નહીં.અલબત્ત સહાયથી કોરો રહેશે.
અષાઢીબીજથી સૌરાષ્ટ્રમાં મેઘસવારી આવી પહોંચી હતી. અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી ચોમાસુ પાકને ભારે નુકશાન થયુ હોય સરકારે સરવે કરાવી સહાય ચૂકવાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ રાજકોટ જિલ્લામાં કર્યાંય ભારે વરસાદ કે પુરનાં પાણીથી નુકશાન થયું હોવાનાં કોઈ પ્રાથમિક અહેવાલ ખેતીવાડી વિભાગને મળ્યા નથી.
જામકંડોરણા, ઉપલેટા સહિતનાં તાલુકામાં પૂરના પાણી ખેતરોમાં ઘુસ્યા હતા.રાજકોટ જિલ્લામાં ઉપલેટા સહિત ડેમો ઓવરફલો થવાથી અને ભારે વરસાદથી જામકંડોરણા અને ધોરાજી તાલુકામાં થોડું નુકશાન નોંધાયું છે.
અનેક વિસ્તારોમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા પરંતુ કોઈ તાલુકા માંથી નુકશાનનાં અહેવાલ ન હોવાનુ જિલ્લા ખેતીવાડી વિભાગનાં અધિકારીઓએ જણાંવ્યુ હતુ. પ્રાથમિક અહેવાલ મુજબ દરેક તાલુકા માંથી વિગતો આંકડાઓ મેળવવામાં આવ્યા છે. જો કે ખેડૂત આગેવાનો કેટલાક વિસ્તારમાં નુકશાન થયાનો દાવો કરી રહયા છે.