સહકારી મંડળીઓ, સહકારી બેંકો, હાઉસીંગ મંડળીઓ જેવા વિવિધ પ્રકોષ્ઠના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહેશે
અખિલ ભારતીય સંગઠન સહકાર ભારતી બાજુ એક જન આંદોલન બની ચૂક્યું છે . વિવિધ રાજકીય વિચારધારા ધરાવતા દેશભરના સહકારી આગેવાની સહકાર ભારતીને શ્રેષ્ઠ શુઘ્ધ ેં સહકારી સંગમ ગણે છે , એટલે જ આજે દેશના પ 00 જીલ્લાઓમાં કાર્યરત છે . સહકાર ભારતી બહુ આયામી સાર્વજનિક અને બિનરાજકીય સંગઠન છે .
સહકારીતામાં શુઘ્ધિ , વૃદ્ધિ તેમજ સમૂહ માટે સહકાર ભારતીના નિષ્ઠાવાન કાર્યકઓ સં5ર્ક , સેવા , સમર્પસ ના ભાવ સાથે સહકારી ક્ષેત્રમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ છે . આવા નિષ્ઠાવાન યુવા સહકારી મિત્રોને વૈયક્તિક સભ્યપદ અને મડળીઓ તથા બેંકોને સંસ્થાગત સભ્યપદ માત્ર સહકાર ભારતીમાં જ અપાય છે .
રાજકોટ મહાનગર એકમ દ્વારા તાજેતરમાં ચલાવવામાં આવેલ સદસ્યતા અભિયાન દરમ્યાન 800 થી વધુ સભ્યો બન્યા છે . આ દરેક સભાસદીના પ્રથમ વાર્ષિક સ્નેહમિલન રૂપે આ સહકાર સંમેલન તા . 23/3/22 , શનિવારના રોજ સાંજે 5 થી 8 લક્ષ્મણરાવ ઇનામદાર હોલ , રાજકોટ નાગરીક સહકારી બેન્ક 150 ફૂટ રીંગ રોડ , રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે .
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા એન.ડી. શીલુએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ સંમેલનના સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા નાફકબ ચેરમેન , અધ્યક્ષ જયાતિન્દ્રભાઇ મહેતા મુખ્ય મહેમાન તરીકે પી.એસ.તીરથાણી , સંયુકત રજીસ્ટ્રાર સહકારી મંડળી રાજકોટ , વિશાલભાઈ કપૂરીયા જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી રાજકોટ, શૈલેષભાઈ ઠાકર ચેરમેન રાજકોટ નાગરીક સહકારી બેન્ક , અરવિંદભાઈ તાળા ડીરેકટર આર.ડી.સી. બેન્ક રાજકોટ ઉપસ્થિત રહેવાના છે .
આ કાર્યક્રમમાં જાણીતા સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચાનું ખેતીવાડી બેન્ક ના ચેરમેન થતા બહુમાન કરવામાં આવનાર છે આ સહકાર સંમેલનમાં જ્ઞાન સત્રનું પણ આયોજન કરવામાં આવેલ છે . વિનોદભાઈ બોચીયા, મહામંત્રી, સહકાર ભારતી ગુજરાત માર્ગદર્શન આપશે . આ સેમીનારમાં અર્બન કો.ઓપ. બેન્ક, કેડીટ સોસાયટી , કર્મચારી સોસાયટી, સેવા સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ, હાઉસીંગ સોસાયટીઓ જેવી વિવિધ પ્રકોષ્ટનાં કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહેનાર છે . ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા ડો . એન.ડી.શીલુ અધ્યક્ષ રાજકોટ મહાનગર , જયેશભાઈ સંઘાણી મહામંત્રી રાજકોટ મહાનગર, ઉપાધ્યક્ષ હરગોપાલસિંહ જાડેજા શરાફી મંડળીઓના પ્રકોષ્ઠ સંયોજક પ્રવિણભાઈ નિમાવત , અને સહસંયોજક વિભાભાઈ મિયાત્રા તથા કારોબારી સભ્યો સર્વ મહેન્દ્રભાઈ શેઠ , વિજયભાઈ કોઠારી ,દીપકભાઈ મકવાણા , નિતીનભાઇ મહેતા , પ્રચાર પ્રસારનો અરૂણભાઈ નિર્મળ , પ્રવિણભાઈ નિમાવત ,વિભાભાઈ મિયાત્રા સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહયા છે .