પશુપાલન નિયામક સાથે મીટીંગ કરી ત્વરિત કામગીરી કરવા સૂચના

રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્ક્રીન ડીસીસ નામનો ચેપ ખુબજ વધી રહ્યો છે. આ રોગ રાજકોટ જિલ્લામાં પણ ખુબજ રીતે પ્રસરી રહ્યો છે ત્યારે ઝડપથી વિસ્તરી રહેલા આ લમ્પી સ્ક્રીન ડીસીસ નામના રોગને ઝડપથી નાથવાં માટે રાજકોટ જિલ્લા પંચાયત તંત્ર અને સંલગ્ન પશુ સારવાર વિભાગ કાર્યાન્વિત બન્યું છે.

આ વકરી રહેલો રોગ ખુબજ ઓછા સમયમાં કાબુમાં આવે એ માટે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા તાત્કાલિક અસરથી જિલ્લા પંચાયતના પશુ વિભાગના અધિકારીને રૂબરૂ મળ્યાં હતાં અને લમ્પી સ્ક્રીન ડીસીસ માટે પશુઓને અપાતી રસી માટે પૂરતી માહિતી મેળવી હતી અને રસીના જથ્થા બાબતે પૃચ્છા કરી હતી.

રાજકોટ જીલ્લામાં પશુઓમાં આવેલ લમ્પી સ્કીન ડીસીસ નામનો રોગ ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા તાત્કાલીક પશુપાલન નિયામક સાથે મીટીંગ કરી રાજકોટ જીલ્લાની માહીતી લઈ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 21,000 ડોઝની રસી તાત્કાલીક અપાયેલી છે. રાજકોટ જીલ્લામાં અત્યારે 55 કેસ નોંધાયેલા છે. લમ્પી સ્કીન ડીસીસમાં અત્યાર સુધીમાં કોઈ પશુઓનું મૃત્યુ થયેલ નથી. રાજકોટ જીલ્લામાં પડધરી અને લોધીકા તાલુકામાં વધુ કેસ નોંધાયેલ છે.

રાજકોટ જીલ્લા પશુપાલન વિભાગ તેમજ રાજકોટ દૂધ ડેરી દ્વારા આ રોગ માટે વેક્સીન આપવાની કામગીરી ચાલુ થઈ ગયેલ છે.અને જે તે વિસ્તારમાં આ રોગની જાણ થાય તો તાત્કાલીક રાજ્કોટ જીલ્લા પંચાયતનો સંપર્ક કરવા કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેએએ જણાવેલું છે.લમ્પી સ્કીન ડીસીસ માટેની રસી જીલ્લા પંચાયત પાસે પુરતો સ્ટોક છે અને જો જરૂર પડશે તો તાત્કાલીક ખરીદી કરીને રાજકોટ જીલ્લામાં આ રસીકરણની કામગીરી ઝડપી કરવામાં આવશે તેમ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.