31 જુલાઇએ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારા મેચની 12 લાખ ટિકિટો ગણતરીની કલાકોમાં વેંચાઇ ગઇ
બર્મિગમમાં શરૂ થવા જઇ રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં આ વર્ષે મહિલા ક્રિકેટને પણ સામેલ કરવામાં આવ્યું છે. ત્યારે આ ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવા જઇ રહ્યો છે. કોઇપણ સ્થિતિ હોય ભારત-પાકિસ્તાન વચ્ચે કોઇપણ મેચ હોય એટલે ભીડ તો થાય તે સ્વભાવિક છે. તેમાં પણ ખાસ ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. ત્યારે પુરૂષ હોય કે મહિલા ભારત-પાકિસ્તાન ભીડે તો ભીડ તો થાય જ !!!
ઉલ્લેખનીય છે કે આગામી 31મી જુલાઇ એટલે કે રવિવારે ભારત-પાકિસ્તાન મહિલા ક્રિકેટ મેચ રમાશે. જેમાં સ્ટેડિયમ દર્શકોથી ખચાખચ ભરેલું જોવા મળશે. આટલું જ નહિં 28મી જુલાઇથી શરૂ થવા જઇ રહેલી કોમનવેસ્થ ગેમ્સની મહિલા મેચ માટે 12 લાખ ટિકિટ અત્યારથી જ વેંચાઇ ગઇ છે. આટલું જ નહિં સ્થાનિક લોકો ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ મેચ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. બર્મિંગમ ભારત અને પાકિસ્તાનના લોકો મોટી માત્રામાં રહે છે. બર્મિંગમ રમતગમતના સીઇઓ ઇયાન રીડે જણાવ્યું હતું કે સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટ અત્યારથી જ વેંચાઇ ગઇ છે. આ ઉપરાંત ભારત-પાકિસ્તાન વચ્ચેની ટીકીટો પણ બુક થઇ ગઇ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતીય પુરૂષ ટીમ તાજેતરમાં જ બર્મિંગમમાં મેચ રમીને ગઇ છે ત્યારે હવે મહિલા ભારત-પાકિસ્તાન વચ્ચેનો મેચ પણ ખૂબ જ રસપ્રદ બનશે.
વધુમાં તેઓએ કહ્યું હતું કે સેમિફાઇનલ, ફાઇનલની ટીકીટ વેંચાઇ ગઇ છે અને આશા એવી જ છે કે ભારત-ઇંગ્લેન્ડ ફાઇનલમાં ટકરાશે. લંડન ઓલિમ્પિક-2012 પછી ઇંગ્લેન્ડમાં સૌથી મોટા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં 72 દેશોના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.