ભ્રષ્ટાચાર મુદ્દે કલેકટરને રજુઆત કરતા નૌશાદ સોલંકી
સુરેન્દ્રનગર જિલ્લામાં બેરોડટોક કોમર્શિયલ બીલ્ડીંગ પરમિશન વગર નિર્માણ પામે છે. જે કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવીસંકલન ની બેઠકમાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો : બાંધકામ પરમિશન વગરના કોમર્શિયલ બિલ્ડીંગો તેમજ ધંધાકીય ક્ષેત્રોને સીલ મારવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય એ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટનાં અધ્ય ક્ષસ્થા ને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં આજે મળી હતી. બેઠકમાં કલેકટરએ સરકારી બાકી લેણાની વસુલાત માટે ઝુંબેશ ઉપાડી વસુલાત ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. સંકલનની ભાગ-1ની બેઠકમાં ધારાસભ્યા નૌશાદભાઈ સોલંકી અને ઋત્વિકભાઇ મકવાણાએ સુરેન્દ્રનગર જિલ્લામાં આઇસીડીએસ વિભાગની ડીએલએમઆરસી અંતર્ગત બેઠક, ચોટીલા તાલુકામાં લેન્ડગ્રેબિંગની ફરિયાદની સ્થિતિ, સુરઈ ગામે ખાનગી કંપનીને જીપીસીબી દ્વારા આપેલ પરવાનગી સહિતની બાબતે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેકટરએ સંબંધિત વિભાગનાં અમલીકરણ અધિકારીઓને પ્રશ્નોના સમયમર્યાદામાં નિકાલ કરવાની સુચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન. મકવાણા, નિવાસી અધિક કલેકટર વી.એન.સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.એ.ભગલાણી, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થ્તિ રહ્યા હતા.
બાંધકામ મુદ્દે ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આક્ષેપ કર્યા છે.અને ગેરકાયદેસર બાંધકામ માં પરમિશન આપનાર પર પણ કાર્યવાહી હાથ ધરવા માં આવે તેવી માગણી કરવા માં આવી છે.અને આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર પણ ચીફ ઓફિસરો ને કડક આદેશ આપી અને સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ચીફ ઓફિસર ને જણાવવા માં આવ્યું છે. .ત્યારે સંકલન ની બેઠક માં વિવિધ પ્રકારે પ્રશ્ન નો નિવેડો આવે તેવી પ્રક્રિયા હાથ ધરવા માં આવી છે.