યાત્રિકોને હાઇઓલ્ટીટ્યૂડ સિન્ડ્રોમની અસર થાય તેની ઇમરજન્સીમા આવે છે સારવાર
જસદણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 2 ડોક્ટરોને ચાલી રહેલ અમરનાથ યાત્રામાં સેવા માટે મોકલાયા જમ્મુ કાશ્મીર સરકાર અને ગુજરાત સરકારના કરાર મુજબ 2 ડોક્ટરોને અમરનાથ યાત્રામાં યાત્રિકોની મેડિકલ સારવાર માટે સેવાની માંગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ધવલ ગોસાઇ અને રાજકોટ તાલુકાના બેડલાં આરોગ્ય કેન્દ્રના રિંકલ વિરડિયાને સેવા માટે મોકવામાં આવ્યા છે. ડોક્ટર ધવલ ગોસાઇ અમરનાથ યાત્રાના રૂટ ઉપર 12 હજાર 700 ફૂટની ઉંચાઇ ઉપર આવેલ કાલીમાતા મેડિકલ સેન્ટર ઉપર સેવા ફરજ બજાવી રહ્યા છે. અહીં તે પસાર થતા યાત્રિકોની મેડિકલ તપાસ કરી રહ્યાં છે, ખાસ તો ઉંચાઇ ઉપર જે યાત્રિકોને હાઇ ઓલ્ટીટ્યૂડ સિન્ડ્રોમની અસર થાય તેની ઇમરજન્સી સારવાર કરીને બરોબર થાય પછી જ આગળ મોકલી રહ્યાં છે. બંને ગત તારીખ 11ના રોજ 12 હજાર 700 ફૂટની ઉંચાઇ ઉપર કાલીમાતા મેડિકલ સેન્ટરમાં સેવા માટે પહોંચી ગયા છે અને સેવા આપી રહ્યાં છે.