જામનગર સાયબર ક્રાઇમ પોલીસને એનાલિસીસ દરમ્યાન ચાઇલ્ડ પોર્નોગ્રાફી નું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચાલતું હોવાના મળેલા અહેવાલના આધારે 10 ધોરણ પાસ ગાંધીનગરના શખ્સ કિશનને કબ્જામાં લઇ તેની પુછપરછ હાથ ધરાઈ.તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટોની તપાસ દરમ્યાન મોબાઇલમાંથી 160 ચાઇલ્ડ પોનોગ્રાફીના વિડીયો મળી આવ્યા હતાં અને ત્યારબાદ કિશનની પુછપરછ દરમ્યાન કિશને 1600 ચાઇલ્ડ પોનોગ્રાફીના વિડીયો કાઢી આપ્યા હતાં. તેમજ કિશને તૈયાર કરેલી અને એપ્લિકેશન પણ મળી આવી હતી તથા કિશને પોતાની ચેનલ પણ બનાવી હતી અને કિશન દ્વારા બ્લોગમાં 224 વિડિયો અપલોડ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત કિશને ચાર વોટ્સએપમાં ગ્રુપ બનાવ્યા હતા. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો જોડાયેલા હતાં. આ ગ્રુપ દ્વારા પોનોગ્રાફીના વિડીયો શેર અને વેચાણ કરતો હોવાનું તપાસ દરમ્યાન ખુલ્યું હતું. તથા ટેલિગ્રામમાં પણ આ વ્યવસાય માટે ગ્રુપ બનાવ્યું હતું. પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ કિશન પરમાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
મળતી માહિતી મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ કર્મચારી વિકી ઝાલાને બ્રાઉઝર એનાલિસીસ દરમ્યાન ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચાલતું હોવાના હચમચાવી દેતી બાતમી મળતાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી પી ઝા, પીએસઆઇ અ.આર. રાવલ, હેકો ભગીરથસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, ચંપાબેન વાઘેલા, ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, રાહુલ મકવાણા, જેસા ડાંગર, રંજનાબેન વાઘ, વિકી ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નીલમબેન સીસોદીયા, અલ્કાબેન કરમુર સહિતની ટીમે એનાલિસીસ દરમ્યાન ગાંધીનગરમાં રહેતાં અને 10 ધોરણ પાસ કિશન લાખાજી પરમાર નામના ડ્રાઇવીંગ કરતા શખ્સની સંડોવણી ખુલતાં તેની ધરપકડ કરી હતી.