ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો માટે નિમાયેલા નિરિક્ષકો અને કોંગ્રેસ આગેવાનોનો ક્લાસ લેશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા રાજ્યની તમામ 26 બેઠકો માટે નિરિક્ષકની નિમણૂંક કરી છે. આ ઉપરાંત ચૂંટણીને ધ્યાનમાં રાખી સિનિયર ઓબ્ઝર્વર અને ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. સિનિયર ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની નિમણૂંક કરાય છે. આગામી બુધવારના રોજ ગેહલોત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ તમામ લોકસભા બેઠકના નિરીક્ષકો અને કોંગ્રેસના સિનિયરો સાથે બેઠક યોજશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઘણા વર્ષો પછી કોંગ્રેસ ગંભીર બની તૈયારી કરી રહી છે. નિયમિત પ્રદેશ પ્રમુખ ઉપરાંત તાજેતરમાં સાત-સાત કાર્યકારી પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ 26 લોકસભાની બેઠક માટે નિરિક્ષકોની નિમણૂંક કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત અને ઓબ્ઝર્વેર પૂર્વ સાંસદ મિલિન્દ દેવરા 20મી જુલાઇના રોજ ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. તેઓ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે નિરિક્ષકો અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજાશે.
નિરિક્ષકોને તેમની કામગીરી સુપરત કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ ગેહલોતના આંટાફેરા ગુજરાતમાં વધશે. પક્ષ દ્વારા પ્રજાને સિધી અસર કરતા કાર્યક્રમો પણ આપવામાં આવશે.