અમરેલી તા. 16 જુલાઈ,2022 (શનિવાર) અમરેલી તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક, રસોઇયા, મદદનીશની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અમરેલી તાલુકાની ખડખંભાળીયા, જૂના ગીરીયા , ચાંદગઢ, તરવડા, કેરાળા, માળીલા, મોણપુર, રંગપુર, રીકડીયા, સદગુરુ પ્રા.શાળા – વરસડા, સાંગાડેરી, સણોસરામાં સંચાલકની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. સંચાલક માટે ધો.10 પાસ સ્થાનિક વ્યક્તિઓ અને ધો.7 પાસ હોય તેવી વ્યક્તિઓ અરજી કરી શકે છે.
અમરેલી તાલુકાની તરવડા, કેરાળા, જેશીંગપરા-ક્ધયા, રામનગર-વરસડા, નાના આંકડીયા, નાના ગોખરવાળા, માળીલા, મોણપુર, સદગુરુ પ્રાથમિક શાળા-વરસડા, સાંગાડેરીમાં રસોઇયાની આવશ્યકતા છે. જેમાં સ્થાનિક ઉમેદવારો અને અનુભવી અરજી કરી શકે છે. ઉપરાંત અમરેલી તાલુકા ક્ધયાશાળા-1, ક્ધયાશાળા-2, ગાવડકા, કેરાળા,પોલીસ લાઈન-અમરેલી,સુખનિવાસ કોલોની- અમરેલી, માળીલા, ચાડીયા, જેશીંગપરા-કન્યા, તરવડા, રામનગર-વરસડા, નાના આંકડીયા, નાના ગોખરવાળા, નાના માચીયાળા, મોણપુર, રાજસ્થળી કેરીયાનાગસ, હરીપુરા, સાંગાડેરી, સદગુરુ પ્રા.શાળા-વરસડામાં મદદનીશની આવશ્યકતા છે. આ પદ માટે સ્થાનિક અનુભવી ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી માટે નમૂનાનું અરજીપત્રક મામલતદાર કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર રાજમહેલ કમ્પાઉન્ડમાં તા.22 બપોરે 3 વાગ્યા પહેલા મોકલવું તેમ મામલતદાર અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.