વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શને તા. ૮મી ને બુધવારે આવી રહ્યા છે. સોમનાથ મંદિરે તેઓ દર્શન-પૂજન બાદ સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં પણ હાજરી આપશે. ટ્રસ્ટના તેઓ સભ્ય પણ છે. ટ્રસ્ટના વડા કેશુભાઇ પટેલ ઉપરાંત અન્ય સભ્યો લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ વગેરે પણ મીટિંગમાં ભાગ લેવા સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સોમનાથની મુલાકાતના સંદર્ભે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જો કે બુધવારે રાજ્યમાં વડાપ્રધાનનાં અન્ય રોકાણો પણ હોવાને કારણે તેઓ થોડો સમય જ સોમનાથમાં રોકાણ કરશે એવું સૂત્રો દ્વારા જાણવા મળે છે. વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ વિધિવત ઘડાઇ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ તે સંદર્ભે આયોજન કરાઇ રહ્યું છે. સોમનાથ મંદિરનો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ આગામી સમયમાં ૨૬૨ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવનાર છે. સોમનાથ સાનિધ્યમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે દરિયાઈ જીવસૃષ્ટિ એકવેરીયમ, ૧૦૦ કરોડના ખર્ચે પ્રસાદ ઘર બનનાર છે.
Trending
- Rajkot : ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જતા યુવાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું
- સુરત: વાંકલાના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
- ગુજરાતનું એવું હિલ સ્ટેશન, કે જેને જોઈને આબુ અને સાપુતારા પણ ભુલાઈ જશે
- Morbi : પીપળી ગામના કૂવામાં ઝંપલાવી પ્રેમીપંખીડાનો એકસાથે આપઘાત
- જામનગરમાં મંજૂરી વગર લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ
- ઉદ્યોગનગર વિસ્તારમાં નેશનલ સેમ્પલ સર્વે: બ્રાસ ઉદ્યોગોના વિકાસનું મૂલ્યાંકન કરાશે
- ગુમશુદા 104 બાળકોને 2 મહિલા કોન્સ્ટેબલે શોધી કાઢ્યા
- ખ્યાતી ગ્રુપવાળા કાર્તિક પટેલનું રૂ.350 કરોડનું જમીન-શિક્ષણ કૌભાંડ