જીવનમાં રુપિયા કમાવવા અને વાપરવા, જાહોજલાલી વાળી હાઇફાઇ લાઇફ જીવવું એજ જીવન મંત્ર નથી….ક્યારેક વ્યક્તિ આ પ્રકારનાં જીવનથી પણ કંટાળી જાય છે આ વાત એક રીસર્ચ દ્વારા સાબિત થઇ છે. આપણને અત્યાર સુધી એવું જ લાગે છે કે દરેક વ્યક્તિને ખૂબ રુપિયા અને આરામથી વેકેશન મનાવવાનું મન થાય છે. પરંતુ એવું નથી તાજેતરમાં જ થયેલાં એક અભ્યાસ મુજબ સામે આવ્યું છે કે લોકોને ગાડીમાં ફરવાનું અથવા તે વિદેશમાં ફરવાનું અથવા તો લકઝ્રીયસ લાઇફથી વધુ પોતાના સ્વાસ્થ્ય અને સારી સેક્સ લાઇફને વધુ પસંદ કરે છે.
૮૨૫૦ લોકોને લઇને આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ દાવો કર્યો હતો કે જે લોકો વધુ સારી ઉંઘ કરી શકે છે અને જે લોકોની પોતાની સેક્સ લાઇફને લઇને સંતોષ હોય છે તે અધુરી ઉંઘ કરવા વાળા અને સેક્સ લાઇફથી અસંતોષ ધરાવતા લોકોની સરખામણીએ વધુ સુખી રહી શકે છે. તેઓનું એવું પણ કહેવુ છે કે જે લોકો પોતાની ઉંઘને વધુ મહત્વ આપે છે તે પોતાના સ્વાસ્થ્ય બાબતે વધુ ગંભીર હોય છે. આ અભ્યાસ દરમિયાન ૬૩% લોકોનું કહેવું હતુ કે તેઓ પોતાની સેક્સ લાઇફથી સંતુષ્ટ છે. આ રિસર્ચમાં એક એ વાત પણ સામે આવી છે કે લોકોને ગાડી અને વેકેશન માણવા કરતા મિત્રો અને સંબંધીઓ સાથે સમય વિતવવો અને જોબ સિક્યોરીટીને વધુ મહત્વ આપવું ગમે છે.