સોમાસા દરમ્યાન શહેરમાં સ્લમ વિસ્તારના રોડ- રસ્તા ઉપર પાણી ભરાઇ જવાને કારણે શહેરીજનો પારવાર મુશ્કેલી ભોગવી રહ્યા હતા. ભારે વિવિધ નગર સેવો કોની રજુઆતને પગલે પાલિકા પ્રમુખ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં મોરમ પાથરવાનું કાર્ય પુર જોશમાં ચાલી રહ્યું છે.
શહેરના અર્જુન નાગર, કૈલાસનગર, જીનમીલ ચોક વિક્રમ ચોક, દ્વારકાધીશ, ભવાની નગર, ખ્વાઝા નગર, ધોરાજી ઝાપો, સ્મશાન રોડ સહિત શહેરના વિવિધ રોડ રસ્તા માટે જે તે વિસ્તારના નગર સેવકોની રજુઆતને પગલે શહેરમાં રપ0 જેટલા ડમ્પરો મોરમ પાથરી ખાદા બુરી દેવામાં આવ્યા હતા. જયા ખાડા હજુ હશે ત્યાં તંત્ર દ્વારા બુરવાની કામગીરી ચાલુ રહેશે તેમ પાલિકા પ્રમુખ મયુરભાઇ સુવાએ જણાવેલ હતું.
અપના હાથ જગન્નાથ માની વોર્ડ નં.9ના નગરસેવક જાતે કામે લાગ્યા
શહેરના સ્લમ વિસ્તારમાં રોડ રસ્તા ભારે કાદવ કિચડ થતા વોર્ડ નં. 9 ના નગર સેવક રજાકભાઇ હિગોરા પાલીકામાં કરેલી રજુઆત ના પગલે પાલિકા દ્વારા 10 જેટલા ડમ્પર મોરમ વોર્ડ નં. 9 ના વિવિધ વિસ્તારોમાં નાખતા પૂર્વ નગર સેવક રજાકભાઇ હિગોરા પોતાની જાત મહેનતે વિવિધ વિસ્તારમાં લત્તાવાસીઓની મદદથી કોઇની શરમ રાખ્યા વગર પોતે મજુરની જેમ વળગી મોરમ પાથરી હતી આ કામગીરી જોઇ વોર્ડના આગેવાનોએ નગર સેવકની પીઠ થાબડી નગર સેવક હો તો એસા બોલી ઉઠયા હતા.