અમરેલી : અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામે એસ.બી.આઇ.દ્વારા ખાતાધારકોને મળતી બેન્ક સુવિધા અંગે માર્ગદર્શન આપવા રાત્રી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં જુદી-જુદી યોજનાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.તેમજ ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોના યોગ્ય જવાબ આપવામાં આવ્યા હતા.
અમરેલીના મોટા ગીખરવાળા ગામે પ્રાથમિક શાળામાં એસ.બી.આઇ.ચીફ મેનેજર અમરેલી ધનંજય ભારતીના અધ્યક્ષ સ્થાને રાત્રિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શિબિરનો મુખ્ય હેતુ ખાતા ધારકોને મળતી બેન્ક તરફ થી સુવિધાને સમજાવવા માટેનો હતો.જેની અલગ અલગ યોજના ઓ જેવી પાક ધિરાણ યોજના,KKC,મુદ્રા લોન,ગોલ્ડ લોન,ડેરી લોન, વ્યક્તિગત લોન,આકસ્મિક વીમો PAI, આરોગ્ય વીમો , KCC પશુ પાલન સરકારી યોજના PMSBY, PMJJY, APY , NPS જેવી યોજનાઓ વિશે વિસ્તારથી સમજાવવામાં આવ્યા હતા અને ખેડૂતો દ્વારા ઉઠતા સવાલોના જવાબ આપી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ધનંજય ભારતી SBI ચીફ મેનેજર અમરેલી જિલ્લો,વિકાસ કુમાર ચીફ મેનેજર રીજનલ બિઝનેસ ઓફીસ અમરેલી , તરુણ પટેલ BM મનીષ સોની કેશ ઓફિસર મોટા ગોખરવાળા બ્રાન્ચ તેમજ આજુ બાજુના 5 ગામના સરપંચો હાજર રહ્યા હતા.જેમાં મોટા ગોખરવાળા, રજસ્થળી, સોનારિયા,નાના ગોખરવાળા, લાપાળીયા, અને ચાંદગઢ ના સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાંમાં SBIના અધિકારીઓ દ્વારા સરપંચોનુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવા મોટા ગોખરવાળાના ઉપસરપંચ દીપકભાઈ કથીરીયા અને ગામના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી.