ફાયર સેફટી મોકડ્રીલ યોજી બચાવ કામગીરી અંગે માહિતગાર કરાયા
સુરત : સુરતની નવચેતન વિદ્યાલયમાં ફાયર સેફટીની મોકડ્રીલ યોજી વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ તાલીમ આપવામાં આવી હતી.આગ લાગે તેવા સમયે કેટલી સાવચેતી રાખવી,ક્યાં ક્યાં પગલાં લેવા વગેરેની વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી.તેમજ બચાવ કામગીરી કઈ રીતે કરવી તેની માહિતી પણ આપવામાં આવી હતી.
સુરતના એલ.એચ.રોડ વિસ્તારમાં આવેલી સંસ્કાર ભારતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવચેતન વિદ્યાલયમાં શુક્રવારના રોજ ધોરણ 9 થી 12 ના 170 જેટલા વિદ્યાર્થીઓને ફાયર સેફટીની પ્રેક્ટિસ તાલીમ આપવામાં આવી હતી.આ ઉપરાંત ફાયર સેફટી અંગે માહિતી અને તાલીમ સંજય ડોબરીયા અને એડવોકેટ જાગૃતિબેન દ્વારા આપવામાં આવી હતી બાળકોને આપત્તિના સમયે કઈ રીતે બચી શકાય અને જો કોઈ જગ્યા પર આગ લાગે ત્યારે કઈ રીતે આગને બુજાવી શકાય.આ ઉપરાંત આ બુજાવવામાં કયા કયા સાધનોનો કઈ રીતે ઉપયોગ કરી શકાય. તે બાબતેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત આગ લાગવાના સમયે 108 દ્વારા બચાવ કામગીરી કઈ રીતે કરવી તેની માહિતી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ ફાયર સેફ્ટીનો ઉપયોગ જાતે કર્યો હતો? તો બીજી તરફ વિદ્યાર્થીઓને ફાયરના સાધનો કઈ રીતે ઉપયોગ કરવા અને ફાયર સેફટીની પ્રેક્ટિસ અને તાલીમ આપવા બદલ શાળા પરિવારે સંજય ડોબરીયા અને એડવોકેટ જાગૃતિબેનનો આભાર માન્યો હતો.