રિક્ષામાં બેઠેલા શખ્સે ઉલ્ટીનું બહાનું કરી આધેડના ખિસ્સામાંથી પૈસા કાઢી ફરાર
મોરબીના જેતપુર (મચ્છુ) ગામ બસ સ્ટેશન પાસેથી રોડ ઉપર રીક્ષામાં મુસાફરી દરમિયાન રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સોએ તેમની રિક્ષામાં બેઠેલા આધેડને ચાલાકીથી છેતર્યા હતા.જેમાં રિક્ષામાં ઉલટી કરવાના બહાને આધેડના ખિસ્સામાંથી એક લાખ કાઢી લીધા હતા.
મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રવિણભાઇ આંબાભાઇ જસાપરા ઉવ. 44 ધંધો ખેતી રહે ખાખરેચી ગામ તા.માળીયા (મીયાણા)એ એક સી.એન.જી. રીક્ષા લીલા કલરની પીળા હુડ વાળીનો ચાલક તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા-11/07/2022ના રોજ બપોરના ત્રણેક વાગ્યા વખતે જેતપર (મચ્છુ) ગામ બસ સ્ટેશન પાસેથી રોડ ઉપર રિક્ષામાં મુસાફરી દરમિયાન ફરીયાદીના પેન્ટના ખીચામાંથી અજાણ્યા એક માણસ ઉવ. 30થી 35 વર્ષ શરીરે જાડો વાળાએ ઉલટીનુ બહાનું કાઢી ફરીયાદીના પગ પર પોતાનુ મોઢુ રીક્ષામાંથી બહાર કાઢી ફરીયાદીના ખીસામાં રાખેલ એક લાખ રૂપીયા ફરીયાદીની નજર ચુકવી સેરવી ચોરી કરી લઇ લીધેલ હોય અને સાથેના રીક્ષા ચાલક તથા અજાણ્યા માણસે ગુના માં એક બીજાને મદદગારી કરી હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.