રાજકોટ- જામનગર હાઇવે ઉપર ઘંટેશ્વર ગેરકાયદેસર બાંધકામનું કલેક્ટર તંત્ર દ્વારા ડિમોલિશન
તાલુકા મામલતદારની કાર્યવાહી, રોડ ટચ 800 વાર સરકારી જગ્યા ખુલ્લી કરાવાય
રાજકોટ- જામનગર હાઇવે ઉપર ઘંટેશ્વર પાસે રૂ. 1 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા પરિશ્રમ ગાર્ડન રેસ્ટોરન્ટનું ડીમોલેશન કરવામાં આવ્યું છે.
ઘંટેશ્વર સરકારી સર્વે નં. 79/1 ની લગભગ 800 વાર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પરિશ્રમ ગાર્ડન રેસ્ટોરન્ટ, કોમર્શિયલ બાંધકામ ઊભું કરેલું હતું, જે ધ્યાને આવતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની સૂચનાથી પ્રાંત અધિકારી સંદીપકુમાર વર્મા, મામલતદાર કે.કે.કરમટા, સર્કલ ઓફિસર સંજય કથીરીયા, રેવન્યુ તલાટી એ પોલીસ બંદોબસ્ત સાથે ઉપરોકત ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. આ કાર્યવાહીથી આશરે રૂા 1 કરોડની કિંમતનીસરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.