પુત્ર સહિત બે શખ્સોએ વૃધ્ધ પિતા પર લાકડી વરસાવી: સામ-સામે પાંચ શખ્સો સામે નોંધાતો ગુનો

ટંકારા પાસે આવેલા શાહનવાઝ પોલ્ટ્રી ફાર્મ પાસે વાડીમાં રસ્તા બાબતે પિતા-પુત્ર વચ્ચે મારામારીની ઘટના પોલીસ ચોંપડે નોંધાઇ છે. જેમાં પુત્ર સહિત બે શખ્સોએ પિતાને લાકડીથી ફટકાર્યા હતા. જ્યારે સામા પક્ષે ભાઇઓએ જ યુવાન અને તેના કારીગરને માર મારતા સારવાર અર્થે અત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટંકારામાં રહેતા હુસેનભાઇ સુલેમાનભાઇ માડકીયા (ઉ.વ.62) વાડીએ હતા ત્યારે તેના પુત્ર સલીમ અને ઇકબાલ હાસમ સરવદી નામના શખ્સોએ લાકડીથી માર મારતા વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હોસ્પિટલના બિછાને રહેલા વૃધ્ધ હુસેન ભાઇએ જણાવ્યું હતું કે સલીમ અને ઇકબાલના વાડીમાંથી ઘેટા-બકરા પોતાની વાડીમાં ઘૂસી જતા હોવાથી પોતે સમજાવવા ગયા હતા. પરંતુ ઉશ્કેરાયેલા કપાતર પુત્ર અને તેના સાગરીતે હુસેનભાઇ પર લાકડીથી હુમલો કર્યો હતો.

જ્યારે સામાપક્ષે સલીમભાઇ હુસેનભાઇ માડકીયા (ઉ.વ.30)એ જણાવ્યું હતું કે પોતાની ભાગની વાડી પચાવી પાડવા માટે પિતા હુસેનભાઇ અને ભાઇઓ અબ્દુલ, સિકંદર અને આદીલ સહિતના શખ્સોએ સલીમભાઇ અને તેના સાથીદાર ઇકબાલ હાસમ સરવદી (ઉ.વ.37) પર હુમલો કર્યો હતો. બંને પક્ષે ત્રણ લોકો ઘવાતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.