નવી વરણી પામતા હોદેદારો તથા કારોબારી સભ્યોએ રેવન્યુ પ્રેકટીસમાં પડતી મુશ્કેલી અને પડકારો બાબતે ‘અબતક’ના આંગણે કરી ચર્ચા
રેવન્યુ બાર એસો.માં પ્રથમ વખત મહિલા કારોબારી સભ્યોની નિમણુંક કરાતા આ બાબતે ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજકોટ રેવન્યુ બાર એસો.ના હોદેદારો તથા કારોબારી સભ્યોએ વધઉ વિગતો આપી હતી.
રાજકોટ શહેરમા રેવન્યુ ક્ષેત્રે વકીલોના ઉપસ્થિત થતા પ્રશ્નોના નિવારણ અર્થે રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનની સ્થાપના સને -2011 મા કરવામા આવેલ . રેવન્યુ બાર એસોસીએશનના સ્થાપક પ્રમુખ તરીકે અનિલભાઈ ગજેરા તથા તેમની ટીમના પ્રયત્નોથી રેવન્યુ બાર એસોસીએશનની સફળ કામગીરી બજાવતા આ રેવન્યુ બાદમાં સમયાંતરે રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરતા બહોળી સંખ્યામાં વકીલો સભ્યો બનેલ . ત્યારબાદ આર.ટી. કથીરીયા તથા સી.એચ.પટેલના નેતૃત્વમાં રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનની કામગીરી આગળ ચાલેલ.
રેવન્યુ બાર એસોસીએશનની મુખ્યત્વે રેવન્યુના વકીલોની સબ રજીસ્ટ્રાર કચેરી સમક્ષ દસ્તાવેજોમાં થતી મુશ્કેલીઓ , દસ્તાવેજોની રેવન્યુ રેકર્ડમાં કરવામાં આવતી નોંધમાં પડતી મુશ્કેલીઓ તેમજ બીનખેતી પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓના રેવન્યુ બાર એસોસીએશન તરફથી નિવારણ કરવામાં આવેલ . રેવન્યુ બાર એસોસીએશનમાં જોડાતા જુનિયર વકીલોને પણ જે કઈ મુશ્કેલીઓ પડે તેમાં રેવન્યુ બારના હોદેદારો ધ્વારા હરહંમેશ સાથ સહકાર આપી તમામ જાતની મુશ્કેલીઓ દુર કરવાના પુરતા પ્રયત્નો કરેલ છે . રેવન્યુ બાર એસોસીએશનની સને -2011 થી અનિલભાઈ ગજેરા , રમેશભાઈ ટી . કથીરીયા તથા સી.એચ પટેલના નેતૃત્વમાં આજદિવસ સુધી સફળતા પૂર્વક કલેકટર કચેરી , મામલતદાર કચેરી , સબ રજીસ્ટ્રાર વીગેરે તમામ ઓફીસોમાં રજુઆતો કરવામાં આવેલ છે અને પ્રશ્નોના ઝડપી નિકાલ લાવવામાં રેવન્યુ બાર સફળ થયેલ છે . રેવન્યુ બાર એસોસીએશનની પ્રણાલી મુજબ આગામી સમય માટે સર્વાનુમતે રેવન્યુ બાર એસોસીએશનના હોદેદારો અને કારોબારી સભ્યોની વરણી કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ રમેશભાઈ ટી . કથીરીયા , ઉપપ્રમુખ ઓ આનંદ જોષી , નિલેશ જી . પટેલ તથા ગીરીરાજસિંહ જાડેજા , સેક્રેટરી વિજય તોગડીયા , જોઈન્ટ સેક્રેટરી ઓ પંકજ દોંગા તથા આનંદ બી . પરમાર , ટ્રેઝરર વિરેન વ્યાસ , સંગઠન મંત્રી રજનીકાંત ગજેરા , સહ સંગઠન મંત્રી ઓ ધર્મેશ સખીયા તથા કેતન ખંડ , પ્રેસ મીડીયા ઈન્ચાર્જ જયભારત ધામેચા , સોશ્યલ મીડીયા ઈન્ચાર્જ વિમલ ડાંગર તથા કારોબારી સભ્યો શીશાંગીયા , નરેશ પરસાણા , અનિલ કાકડીયા , વિજય રામાણી , પિયુષ સખીયા , રીતેશ ટોપીયા , રીધમ ઝાલાવડીયા , દિપક લાડવા તેમજ મહિલા કારોબારી સભ્યો હિ2લ જોષી , 2શ્મી સાપ2ીયા , નિશા લુણાગરીયા , મોહિની ચાવડા , ધારા મુલશા તથા લક્ષ્મી વાઢેર ની વરણી કરવામાં આવેલ છે . રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનની ઉપરોકત હોદેદારો તથા કારોબારી સભ્યોની ટીમ સાથે માર્ગદર્શક મંડળમાં અનિલભાઈ ગજેરા , હિતેશભાઈ દવે , સી . એચ . પટેલ , જયેશભાઈ બોઘરા, ભાસ્કર જસાણી, તેમજ પી.એચ.પનારા સેવા આપશે .
દસ્તાવેજમાં પ્રોપર શબ્દોનો ઉલ્લેખ કરવાથી ઘણી સમસ્યાઓ ઉકેલી શકાય: વિજયભાઇ તોગડીયા
રેવન્યુ બાર એસો.ની વરણી થતાં ચેરમેન પદે વિજયભાઇ તોગડીયા બિરાજમાન થયા છે. તેમણે રેવન્યુ પ્રેકટીસમાં પડતી મુશ્કેલી બાબતે ચર્ચા કરી હતી રેવન્યુ પ્રેકટીશએ વ્હાઇટ કોલર કરી શકાય તેવી પ્રેકટીસ છે. લોકોને ખાલી એમ જ લાગે છે કે રેવન્યુ પ્રેકટીશ્નર માત્ર દસ્તાવેજની જ પ્રેકટીસ કરે છે. પરંતુ દસ્તાવેજોમાં ઘણી ચોકસાઇ રાખવાની હોય છે. ઘણા પ્રશ્ર્નોનુઁ જો અભ્યાસ કરી દસ્તાવેજ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ ઉકેલી શકાય.
એસો.માં મહિલાઓને સ્થાન મળતાં અરજદાર મહિલાઓની વ્યથા સમજી શકાશે: નીશાબેન લુણાગરીયા
રેવન્યુ બાર એસો. માં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તે આનંદની વાત છે. દસ્તાવેજ સહિતના રેવન્યુનચ પ્રશ્ર્નોમાં મહીલા અરજદારોની વ્યથા સમજવી જરુરી છે. મહિલાઓ મહિલાઓ પાસે જ દિલ ખોલીને વાત કરી શકે. આવી મહિલા અરજદારોના પ્રશ્ર્નોને વાચા આપવા એસો.માં મહિલાઓને સ્થાન મળ્યું છે તે આનંદની વાત છે. અમો હવે મહિલા અરજદારોને તેમની મુશ્કેલીઓને સમજી તેમને ન્યાય અપાવી શકીશું.